ફિક્સિંગના આરોપનો સામનો કરતા શ્રીલંકાના સ્પિનર જયવિક્રમા વિરુદ્ધ ICCની કાર્યવાહી
નવી દિલ્હી : શ્રીલંકાએ ટીમ ઈન્ડિયા સામે ઐતિહાસિક વનડે સિરીઝ જીતીને ક્રિકેટ જગતમાં હેડલાઈન્સ બનાવી છે પરંતુ આ દરમિયાન શ્રીલંકાની ટીમને મોટો ફટકો પડ્યો છે. શ્રીલંકાના એક ખેલાડી પર ફિક્સિંગનો આરોપ લાગ્યો છે અને ICCએ તેનો જવાબ માંગ્યો છે.શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાનો ભંગ કરવાના ત્રણ ગુનામાં આરોપ મૂકવામાં આવ્યો છે. ICCએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી છે.
જયવિક્રમા કથિત રીતે 2021ની લંકા પ્રીમિયર લીગ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેચ ફિક્સિંગ માટે સંપર્ક કરવા અંગે ભ્રષ્ટાચાર વિરોધી એકમને સમયસર જાણ કરવામાં નિષ્ફળ ગયા હતા.25 વર્ષીય બોલરે ભ્રષ્ટાચાર માટે સંપર્ક કરવા અંગેના મેસેજ ડિલિટ કરી નાખ્યા હતા. ICC અનુસાર, જયવિક્રમા પાસે આરોપોનો જવાબ આપવા માટે 6 ઓગસ્ટ, 2024થી 14 દિવસનો સમય છે.ICCએ કહ્યું કે 15 મેચોનો આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા 25 વર્ષીય સ્પિનરને કોડ હેઠળ નીચેના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે-
કલમ 2.4.4: અંતર્ગત ભ્રષ્ટાચાર વિરોધી એકમને ભાવિ આંતરરાષ્ટ્રીય મેચો ફિક્સ કરવા અંગે તેમને મળેલા સંપર્કોની વિગતોના અનુચિત વિલંબ વિના જાણ કરવામાં નિષ્ફળતા.કલમ 2.4.4: 2021ની લંકા પ્રીમિયર લીગમાં ફિક્સિંગના સંબંધમાં ભ્રષ્ટ વ્યક્તિ વતી અન્ય ખેલાડીનો સંપર્ક કરવાનું કહેવાયુ હતુ જે અંગે બિનજરૂરી વિલંબ કર્યા વિના ભ્રષ્ટાચાર વિરોધી એકમને આ બાબતની જાણ કરવામાં નિષ્ફળતા.કલમ 2.4.7: સંપર્કો અને ભ્રષ્ટ વર્તણૂકમાં જોડાવાની ઓફર ધરાવતા મેસેજ ડિલિટ કરી નાખીને તપાસમાં અવરોધ ઉભો કરવો
“સંહિતાની કલમ 1.7.4.1 અને 1.8.1 અનુસાર, શ્રીલંકા ક્રિકેટ અને ICC સહમત થયા છે કે ICC આંતરરાષ્ટ્રીય મેચો તેમજ લંકા પ્રીમિયરમાં લાગેલા આરોપોના સંબંધમાં યોગ્ય પગલાં લેશે. પગલાં લેશે.”જયવિક્રમાએ 2022માં ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં શ્રીલંકા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.