ICC એ ટી 20 નું રેન્કિંગ જારી કર્યું – સૂર્યકુમાર યાદવ પ્રથમ અને હાર્દીક ઓલરાઉન્ટરમાં ત્રીજા નંબરે તો વિરાટ ટોપ 10માંથી પણ બહાર
- ICC એ T20 નું રેન્કિંગ જારી કર્યું
- સૂર્યકુમાર યાદવ પ્રથમ
- હાર્દીક ઓલરાઉન્ટરમાં ત્રીજા નંબરે
દિલ્હીઃ- તાજેતરમાં જ ટી 20 વર્લ્ડ કપનું સમાપન થયું છે, જેનો ખિતાબ ઈંગલેન્ડે જીત્યો હતો ત્યારે હવે આઈસીસી એ ટી 20 વર્લ્ડકપનેલઈને ખેલાડીઓ માટે રેન્કિંગ લીસ્ટ જારી કર્યું છે. જે પ્રમાણે ભારતનો નવો સ્ટાર સૂર્યકુમાર યાદવ નવીનતમ ICC T20 રેન્કિંગમાં 859 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર જોવા મળી રહ્યો
જો બીજા સ્થાનની વાત કરીએ મોહમ્મદ રિઝવાન 836 રેટિંગ પોઈન્ટ સાથે છે છે. સૂર્યકુમાર યાદવ સિવાય ટોપ 10માં અન્ય કોઈ ભારતીય બેટ્સમેનનો સમાવેશ થયો નથી. વિરાટ કોહલીનું સ્થાન 11 મું જોવા મળ્યું છે.
સૂર્યકુમારે આ T20 વર્લ્ડ કપમાં પાંચ ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી અને તેની કારકિર્દીના સર્વોચ્ચ 869 રેટિંગ પોઈન્ટ્સ પર પહોંચ્યો. જોકે, તે સેમિફાઈનલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો અને તેના 859 રેટિંગ પોઈન્ટ્સ છે. આ વર્લ્ડ કપમાં તેણે 59.75ની એવરેજ અને 189.68ની સ્ટ્રાઈક રેટથી 239 રન બનાવ્યા હતા. જે ટૂર્નામેન્ટમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
તો બીજી તરફ હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ 10માં સામેલ છે. તે ત્રીજા સ્થાન પર છે. હાર્દિક અને સૂર્યકુમાર સિવાય કોઈ ભારતીય ખેલાડી ટી 20 રેન્કિંગમાં ટોપ 10માં નથી.આ સાથે જ શાકિબ અલ હસન, મોહમ્મદ નબી અને હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચના ત્રણ સ્થાન પર છે.
T20 વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ પણ ICC રેન્કિંગમાં ઘણો ફાયદો ઉઠાવ્યો છે. ભારત સામેની સેમીફાઈનલમાં 47 બોલમાં અણનમ 86 રન બનાવનાર એલેક્સ હેલ્સ 22 સ્થાનની છલાંગ લગાવીને 12માં સ્થાને પહોંચી ગયો છે. હેલ્સ આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનો બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. T20 વર્લ્ડ કપમાં તેણે 42.40ની એવરેજથી 212 રન બનાવ્યા હતા. આ સહીત ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ચોથા અને એડન માર્કરામ પાંચમા ક્રમે છે
જાણો ટોપ 10માં સ્થઆન બનાવનારા ખેલાડીઓના નામ
પ્રથમ સલ્થાને તમાંથી સૂર્યકુમાર યાદવ 869 પોઈન્ટ ,બીજા સ્થાને પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન 830 પોઈન્ટ, ત્રીજા સ્થાને ન્યુઝિલેન્ડનો ડેવોન કોનવે 779 પોઈન્ટ ચોથા સ્થાન પર પાકિસ્તાનનો બાબર આઝમ 762 પોઈન્ટ પાંચમાં સ્થાને દક્ષિમ આફ્રિકાનો એડન માર્કરામ
748 પોઈન્ટ ,6 ઠ્ઠા સ્થઆને ડેવિડ માલન 734 પોઈન્ટ 7માં સ્થાને ગ્લેન ફિલિપ્સ 697 પોઈન્ટ 8માં સ્થાને રિલે રુસો: 693 પોઈન્ટ ,9મા સ્થાને એરોન ફિન્ચ: 680 પોઈન્ટ અને 1-મા સ્થાન પર પથુમ નિસંકા: 673 પોઈન્ટ પર જોવા મળે છે.