Site icon Revoi.in

ICC T-20 ક્રિકેટ વર્લ્ડકપઃ આજે ભારત-આયરલેન્ડ વચ્ચે મુકાબલો

Social Share

નવી દિલ્હીઃ ભારત અને આયરલેન્ડ વચ્ચે આજે એટલે કે 5મી જૂને મેચ રમાશે. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ આયર્લેન્ડ સામેની મેચ જીતીને વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરવા માંગશે. બંને ટીમો વચ્ચેની મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ ચોક્કસપણે આયર્લેન્ડ સામે મજબૂત લાગે છે, પરંતુ આયર્લેન્ડ એક એવી ટીમ છે જે કાઉન્ટર એટેક કરવાની ક્ષમતા ધરાવે છે. પોલ સ્ટર્લિંગ આયરલેન્ડની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યા છે. જ્યારે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે. આ મેચમાં ભારતની નજર જીત પર રહેશે.

ભારતીય સમયાનુસાર આ મેચ આજે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો ભારત તરફથી રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ/મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ. જ્યારે આયર્લેન્ડ તરફથી પોલ સ્ટર્લિંગ, એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર, હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, બેન વ્હાઇટ આજની મેચ રમી શકે છે. આ મેચમાં ભારતીય ટીમ ચોક્કસપણે મજબૂત છે, તેથી ભારતીય ટીમ આ મેચ જીતી શકે છે. જો આયર્લેન્ડ ચમત્કાર કરી શકતું હોય તો તે અલગ વાત હશે. આ રીતે 90 ટકા મેચ ભારતની તરફેણમાં આવી શકે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે જેમાં ભારતીય ટીમે તમામ મેચ જીતી છે.