Site icon Revoi.in

ICC ટી-20 વર્લ્ડકપઃ કોહલી ઉપર ફેક થ્રોનો બાંગ્લાદેશના ખેલાડીએ કર્યો આક્ષેપ

Social Share

નવી દિલ્હીઃ ICC ટી-20 વર્લ્ડકપની સુપર-12માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને પાંચ રનથી પરાજય આપીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે. રસાકસી ભરી આ મેચમાં પરાજય બાદ બાંગ્લાદેશના વિકેટ કિપર નુરુલ હસનએ વિરાટ કોહલી ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો.

બાંગ્લાદેશના વિકેટકિપર નુરુલ હસનએ કહ્યું હતું કે, મેચ દરમિયાન વિરાટ કોહતીએ નકલી ફિલ્ડીંગ કરી હતી. જે એમ્પાયર્સના ધ્યાનમાં આવ્યું ન હતું. નહીં તો પેનલ્ટીના ભાગરૂપે બાંગ્લાદેશને પાંચ રન મળી શકતા હતા. આ જ પાંચ રને હાર-જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોહલીની નકલી ફિલ્ડીંગની ઘટના કેમેરામાં કેદ થઈ છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ઘટના બાંગ્લાદેશની બેટીંગની સાતમી ઓવરમાં બની બતી.

સ્પિનર અક્ષર પટેલના બોલ પર ઓફ સાઈડમાં શોટ માર્યા બાદ બેસ્ટમેન લિટન દાસે ભાગીને એક રન લીધો હતો. તે સમયે અર્શદીપ સિંહએ ફિલ્ડીંગ કરીને બોલ થ્રો કર્યો હતો. દરમિયાન બોલ પોઈન્ટ ઉપર ફિલ્ડીંગ ભરનાર વિરાટ કોહલી પાસેથી નિકળ્યો હતો પરંતુ કોહલીએ બોલ પકડ્યો ન હતો, જો કે, બોલ પકડીને થ્રો કર્યાની એકશન કરી હતી. આ વખતે બેટીંગમાં લિટન દાસની સાથે નજમુલ હુસેન ક્રિઝ ઉપર હતી. બેસ્ટમેન અને એમ્પાયર્સની આ ઘટના ઉપર નજર પડી ન હતી.

નુરુલ હસને કહ્યું કે, વરસાદને પગલે મેદાન ભીનુ હોવાથી મેચ ઉપર તેની અસર પડી હતી. દરમિયાન એક ફેક થ્રોની ઘટના બની હતી. જેના પેનલ્ટીના ભાગરૂપે અમારી ટીમને પાંચ રન મળી શક્યા હોત, પરંતુ અમારી બદકિસ્મતીથી આ થઈ શક્યું નથી.