દિલ્હીઃ આગામી મહિને યુએઈ અને ઓમાનમાં રમાનારી ટી-20 વર્લ્ડકપને લઈને હવે ધીમે-ધીમે મોટાભાગના દેશો પોતાની ટીમની જાહેરાત કરી રહી છે. જો કે, હજુ સુધી બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત નથી કરી. આ દરમિયાન અનેક જાણીતા પૂર્વ ક્રિકેટરો પોતાની ભારતીય ટીમ પસંદ કરી રહ્યાં છે. આ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી છે.
સુનીલ ગાવસ્કરે ટી-20 વર્લ્ડ કપ માટે પોતાના 15 ખેલાડીઓની ભારતીય ટીમ જાહેર કરી છે. એક મીડિયા સમક્ષ તેમણે 15 સભ્યોની ટીમ જણાવતા તેમણે વિરાટ કોહલી અને રોહિત શર્માને ઓપનર તરીકે પસંદ કર્યાં છે. આ ઉપરાંત શિખર ધવનને ટીમથી બહાર રાખ્યો છે. આ ઉપરાંત કે.એલ.રાહુલને તેમણે પોતાના રિઝર્વ ઓપનર રાખ્યાં છે. જ્યારે ત્રીજા નંબર ઉપર બેટીંગ માટે સૂર્યકુમાર યાદવની પસંદગી કરી હતી. ચાર નંબરના બેસ્ટમેન તરીકે હાર્દિક પંડ્યાં અને 5માં ક્રમે ક્રુણાલ પંડ્યાને ટીમમાં જગ્યા આપી છે. જ્યારે શ્રેયસ અય્યરને ટીમમાં જગ્યા આપી ન હતી. સ્પિનર ઓલરાઉન્ડરમાં વોશિંગટન સુંદર અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપ્યું છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મંહમદ શમી, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરને સ્થાન આપ્યું છે. તેમણે યુઝવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં એકમાત્ર સ્પિનર તરીકે પસંદગી કરી છે.
સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યાં, ક્રુણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મહંમદ શમી, ભુવનેશ્વાર કુમાર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપ્યું છે. આઈસીસી ટી-20 વર્લ્ડકપનું આયોજન તા. 17મી ઓક્ટોબરના રોજ યુએઈએ કરાયું છે. આ ટૂર્નામેન્ડમાં 16 ટીમ ભાગ લેશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઈનલ 16મી નવેમ્બરના રોજ રમાશે.