Site icon Revoi.in

ICC ટેસ્ટ રેન્કિંગઃ રવીન્દ્ર જાડેજા ટોચ પર યથાવત,વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને થયું નુકશાન

Social Share

મુંબઈ:આઈસીસીની તાજી જાહેર થયેલ ટેસ્ટ રેન્કિંગમાં પૂર્વ ભારતીય કપ્તાન વિરાટ કોહલીને નુકશાન થયું છે.તે દસમા સ્થાને આવી ગયો છે. તેના સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ 8મા સ્થાને છે.વિરાટના ખાતામાં 742 રેટિંગ પોઈન્ટ છે.ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન માર્નસ લાબુશેન હજુ પણ નંબર-1 બેટ્સમેન છે.જો આપણે ટેસ્ટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરની વાત કરીએ તો, ભારતના રવિન્દ્ર જાડેજા ટોચ પર છે. ગયા અઠવાડિયે પણ તે ટેસ્ટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતો. ભારતીય ઓલરાઉન્ડર આર અશ્વિનને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં સૌથી મોટી છલાંગ લગાવી છે. ખ્વાજાને પાકિસ્તાન સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. તેણે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં 165થી વધુની સરેરાશથી 496 રન બનાવ્યા હતા. તેણે સિરીઝમાં 97, 160, 44*, 91 અને 104* રનની ઇનિંગ્સ રમી હતી.તેની છેલ્લી બે ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયાએ લાહોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 115 રનથી હરાવ્યું હતું.

આ પહેલા તેણે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે અશેઝ સિરીઝની સિડની ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી.આ કારણોસર તે હવે ડેવિડ વોર્નર, ઋષભ પંત, વિરાટ કોહલી, ટ્રેવિસ હેડ અને રોહિત શર્માને પાછળ છોડીને તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં 7માં સ્થાને પહોંચી ગયો છે. તેણે સીધા 6 સ્થાનની છલાંગ લગાવી છે.