Site icon Revoi.in

ICCની ટૂર્નામેન્ટ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે,લગભગ બે દાયકા પછી બન્યું શક્ય

Social Share

મુંબઈ :ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યાના બે મહિનાથી ઓછા સમયમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે સારા સમાચાર આવ્યા છે. લગભગ બે દાયકા પછી પાકિસ્તાન ICCની ટૂર્નામેન્ટ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી યોજવા જઈ રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજા ICCની 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજીને ખૂબ ખુશ છે.

આ બાબતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝે ICCનો આભાર માન્યો અને કહ્યું કે આ સ્પર્ધા પાકિસ્તાનનો રમત પ્રત્યેનો જુસ્સો બતાવશે. રમીઝ રાજાએ કહ્યું, હું અત્યંત ખુશ છું કે,ICCએ તેની એલીટ ટૂર્નામેન્ટોમાંથી એક ને માટે યજમાન દેશ તરીકે પાકિસ્તાનને પસંદ કર્યું છે. પાકિસ્તાનને એક મોટી વૈશ્વિક ટૂર્નામેન્ટ ફાળવીને, ICC એ અમારા સંચાલન અને કાર્યકારી ક્ષમતા અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ઘણી આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી શક્યું નથી. અને ભારતને આગામી રાઉન્ડમાં ત્રણ ICC ઇવેન્ટની યજમાની કરવાની છે, જેમાં 2026 ના T20 વર્લ્ડ કપ અને 2031 માં યોજાનાર 50-ઓવરના વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. ભારત શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે મળીને 50 ઓવરના વર્લ્ડ કપની યજમાની કરશે. આ સિવાય 2029ની ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત એકલા જ યજમાની કરશે.