નવી દિલ્હી: વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની નવી ભગવા જર્સીને લઈને એક તરફ રાજકીય વર્તુળોમાં વાદવિવાદ થઈ રહ્યો છે. તો કેપ્ટન વિરાટ કોહલીએ તેની ખૂબ પ્રશંસા કરી છે. ભગવા રંગની આ જર્સી ઈંગ્લેન્ડની સાથે રવિવારે થનારી મેચમાં પહેરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે આ ટીમ માટે એક સ્માર્ટ કિટ છે અને ખેલાડીઓને ઘણી પસંદ પડી છે.
વિરાટ કોહલીએ ક્હ્યુ છે કે આ જર્સીનો કોન્સ્ટ્રાસ્ટ ઘણો સારો છે. એક ગેમ માટે આ પરિવર્તન સારું લાગશે. મને નથી લાગતું કે આ જર્સીને કાયમી બનાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવશે, કારણ કે બ્લૂ હંમેશાથી અમારો કલર રહ્યો છે. અમને નવી જર્સી પહેરાવામાં ગર્વ થાય છે. અવસરને જોતા આ જર્સી એક સ્માર્ટ કિટ છે.
કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કરતા કહ્યુ છે કે તેમને ખબર હોય છે કે ક્યારે શું કરવાનું છે. તે એવા ક્રિકેટર છે કે જેમને ક્યારેય કંઈ જણાવવાની જરૂરત રહેતી નથી. ચેન્જ રૂમમાં પણ તેમની સાથે જે અનુભવ મળે છે, તે ઘણો મહત્વપૂર્ણ છે.
તેમણે આગળ કહ્યુ છે કે અમને આમા પુરો વિશ્વાસ છે. તે હંમેશા ટીમની સાથે ઉભા હોય છે. એક-બે વાર જો તે સારું પ્રદર્શન નહીં પણ કરી શકે તો તેનાથી કોઈ ફરક પડતો નથી. કોહલીએ કહ્યુ છે કે ધોનીએ નેટ પર ખૂબ પ્રેક્ટિસ કરી. તેમના કારણે અમે વેસ્ટઈન્ડિઝની મેચ જીતી ગયા.