Site icon Revoi.in

આઈસક્રીમથી ઠંડુ નહીં ગરમ થાય છે તમારું શરીર, સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય

Social Share

આપણને લાગે છે કે આઈસક્રીમ આપણને ગરમીથી રાહત આપે છે, પમ શું ખરેખર આઈસક્રિમ ખાવાથી ગરમીથી રાહત મળે છે અને શરીર ઠંડુ થાય છે?

જો તમે પણ એવુંજ વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તમે ખોટા છો. નિષ્ણાંતોના મતે, આઈસક્રીમ તમારા મોં ને ભલે ઠંડુ લાગે પણ તમારા શરીરના તાપમાનને વધારવાનું કામ કરે છે.

જો કે આઈસક્રીમમાં દૂધની માત્રા વધારે હોય છે, જે ખાવાથી શરીરમાં એલિમેન્ટરી એસિડ નામની પ્રક્રિયા થાય છે જે ખોરાક અને આહારના પાચન દરમિયાન પેદા થતી ગરમીને જન્મ આપે છે.

દૂધમાં જોવા મળતી ચરબીમાં કાર્બોહાઇડ્રેટ્સ અથવા પ્રોટીન જેવા અન્ય પોષક તત્વો કરતાં વધુ ઊર્જા હોય છે.

આવી સ્થિતિમાં, જ્યારે શરીરમાં ચરબીનો સંગ્રહ થાય છે, ત્યારે તે વધુ ગરમ થાય છે અને શરીરને વધુ ઊર્જા આપે છે. આવી સ્થિતિમાં, જ્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, ત્યારે તે ચોક્કસપણે મોંમાં ઠંડુ લાગે છે પરંતુ શરીરમાં ગયા પછી, તે તાપમાનમાં વધારો કરે છે.