આઈસ ક્યૂબ પણ ચહેરાની સુંદરતા વધારવા માટેનો બેસ્ટ ઓપ્શનસ- જાણો કઈ રીતે કરી શકાય ઉપયોગ
- બરફથી તમારો ચહેરો સ્મૂથ બને છએ
- ડસ્ટ પણ દૂર થાય છે
- આંખ નીટેના કાળા સર્કલ બરફથી દૂર કરી શકાય છે.
આઈસ ક્યૂબ સામાન્ય રીતે તો દરેક ઘરોમાં હોય જ છે, જો કે યગમા લોકો તેનો જૂદી જૂદી રિતે ઉપયોગ કરતા હોય છે આજે આપણે ત્વચાને સુંદર બનાવવા અને એલર્જી મૂક્ત કરવા માટે આઈસ ક્યૂબના ઉપયોગની વાત કરીશું
આઈસ ક્યૂબથી ચહેરા પર થતી એલર્જીમાંથી છૂટકારો મળે છે, ખાસ કરીને જ્યાે આપણે મેકઅપ કરતી વખતે પહેલા ચહેરા પર બરફ ધસી લઈએ તો મેકઅપ લાંબા સમય સુઘી ચહેરા પર ટકી રહે છે.
જ્યારે ચહેરા પર છિદ્રો વધી જતા હોય છે ત્યારે તેમાં ગંદકી જમા થવા લાગે છે. જો તમારા ચહેરાના પોર્સ હદથી વધારે ખૂલી ગયા હોય તો બરફનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે.
જ્યારે મેકઅપ રીમૂવ કરો અને ચહેરો ખરાબ થવાનો ડર રહે છે ત્યારે પણ બરફ ચહેરા પર ઘસવાથી તે ચહેરાને નુકશાનથી બચાવે છે અને ચહેરાની સ્કીન સ્મૂથ બનાવે છે.
ખાસ કરીને આંખોની નીચેનો ભાગે કાળા કુંડાળા થી ગયા હોય ત્યારે પણ બરકફ ઉપયોગી સાબિત થાય છે, ડાર્ક સર્કલ થઈ જવાથી આ ભાગ બહુ કદરૂપો દેખાતો હોય છે. ડાર્ક સર્કલ પર બરફના ઉપયોગથી થોડા જ દિવસોમા આ સમસ્યા દૂર થઈ જશે
ખીલ માટે પણ બરફ કારગાક સાબિત થાય છે. પિંપલ્સની સમસ્યા ખૂબ સામાન્ય છે. પિંપલ્સ થવાને લીધે બળતરા થવી અને ખણ આવવી સામાન્ય લક્ષણો છે. ઘણી વાર તેના ડાઘા એટલા ઘટ્ટ થાય ત્યારે ચહેરા પર 10 મિનિટ હળવા હાથે બરફથી મસાજ કરવાથી રાહત મળે છે.
જ્યારે તમે તડકામાંથી ઘરમાં આવો છો ક્યારે સ્કિન પર ખૂબ બળતરા થાય છે આવી સ્થિતિમાં બરફ ઘસવાથી સ્કિનની બળતરા દૂર થાય છે, સ્કિન પર ેલોવેરા જેલ લગાવીને બરફ ઘસવાથી સ્કિન પર ઠંડક મળે છે.