Site icon Revoi.in

ICGના ડાયરેક્ટર જનરલ એસ પરમેશની આંધ્ર પ્રદેશમાં પૂર્વીય સમુદ્રી મુખ્ય મથકના નવા કમાન્ડર તરીકે નિમણુંક 

Social Share

દિલ્હીઃ- ભારતીય કોસ્ટ ગાર્ડના અધિક મહાનિર્દેશક જનરલ પરમેશ શિવમણિની કેન્દ્ર સરકાર દ્રારા વિશાખાપટ્ટનમમાં દળના પૂર્વીય મેરીટાઇમ હેડક્વાર્ટરના નવા કમાન્ડર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ અગાઉ મુંબઈમાં દળના પશ્ચિમ ક્ષેત્રની કમાન્ડિંગ કરી રહ્યા હતા અને તેમને પ્રમોશન પર નવી કમાન્ડ આપવામાં આવી છે..

જો  કે તેઓએ છેલ્લા ત્રણ દાયકાથી  વિવિધ પદો પર સેવા આપી છે. આ સમય દરમિયાન તેમણે કિનારા પર અને યુદ્ધ જહાજો પર સોંપણીઓમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી છે. અધિકારી પાસે સિદ્ધિઓથી ભરપૂર વ્યાવસાયિક ઈતિહાસ છે અને તેની તમામ સોંપણીઓમાં ઉત્કૃષ્ટ અને ગુણવત્તાસભર કામગીરીનો સાબિત ટ્રેક રેકોર્ડ છે.

ભારતીય કોસ્ટ ગાર્ડના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્લેગ ઓફિસર નેવિગેશન અને ડાયરેક્શનમાં નિપુણતા ધરાવે છે અને તેમના મેરીટાઇમ કમાન્ડમાં એડવાન્સ્ડ ઓફશોર પેટ્રોલ વેસલ સમર અને ઓફશોર પેટ્રોલ વેસલ વિશ્વાસ સહિત તમામ મોટા ICG જહાજોનો સમાવેશ થાય છે. શિવમણિ નેશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હી અને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ મેડલ મળ્યો છે.