ICMR દ્વારા ટીબી ચેપ શોધવા માટે હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન વિકસાવાયું
નવી દિલ્હીઃ હવે ટીબીની શોધ કરવી સરળ બની ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ હાથથી પકડેલું એક્સ-રે મશીન વિકસાવ્યું છે. આની મદદથી દર્દીઓનું ટીબી ટેસ્ટિંગ ઘરે બેઠા પણ કરી શકાશે.
ટીબી સામેની લડાઈમાં નવી સિદ્ધિ
આ અંગે ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે, TB ચેપ સામેની લડાઈમાં એક નવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ભારતમાં એક હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન વિકસાવવામાં આવ્યું છે, જે દર્દીઓમાં ટીબી રોગની વહેલાસર તપાસ કરી શકશે અને પછી સમયસર સારવાર અને જાહેર આરોગ્ય સુધારવામાં મદદ કરશે.
સ્વદેશી હેન્ડ-હેલ્ડ એક્સ-રે મશીન
ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીઝ ઈન્ડિયા 2024ની 19મી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ દરમિયાન, ICMR ડાયરેક્ટર જનરલે કહ્યું કે હાથથી પકડેલા એક્સ-રે મશીનો ખૂબ ખર્ચાળ છે. આને ધ્યાનમાં રાખીને, ICMRએ IIT કાનપુર સાથે ભાગીદારીમાં સ્વદેશી હાથથી પકડેલું એક્સ-રે મશીન વિકસાવ્યું છે, જેની કિંમત વિદેશી મશીન કરતાં અડધી છે. આની મદદથી દર્દીઓનું ટીબી ટેસ્ટિંગ ઘરે બેઠા પણ કરી શકાશે.