Site icon Revoi.in

ICMRએ ટાઇપ-1 ડાયાબિટીસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી  

Social Share

દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોને જોતા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.આ દિશાનિર્દેશો બાળકો અને કિશોરોમાં ટાઇપ 1 ડાયાબિટીસના વધતા જતા કેસોનો ઉલ્લેખ કરે છે. અગાઉ ICMR દ્વારા ટાઇપ-2 ડાયાબિટીસ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી.ટાઇપ-1 ડાયાબિટીસ સંબંધિત આ માર્ગદર્શિકા ICMR DG અને DHR સેક્રેટરી પ્રો. બલરામ ભાર્ગવે જારી કરી છે.

ICMRના રિપોર્ટ અનુસાર, ટાઈપ-2 ડાયાબિટીસના કેસો મોટાભાગે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 25 થી 34 વર્ષની વયના યુવાનોમાં જોવા મળે છે, જ્યારે મોટા ભાગના કિશોરો અને બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે.સમગ્ર વિશ્વમાં લગભગ 10 લાખ લોકો ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત છે, જેમાં ભારતમાં ટાઇપ-1 ડાયાબિટીસના સૌથી વધુ કેસ છે. ભારતમાં લગભગ 2.5 લાખ લોકો ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત છે. જેમાં 95,600 જેટલા બાળકો અને કિશોરો આ રોગથી પીડિત છે, તેમની ઉંમર 14 વર્ષથી ઓછી છે.

ICMRએ માર્ગદર્શિકામાં કહ્યું છે કે,છેલ્લા ત્રણ દાયકામાં દેશમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યામાં 150 ટકાનો વધારો થયો છે. ભારતમાં ડાયાબિટીસ ઉચ્ચથી મધ્યમ આવક જૂથ અને સમાજના વંચિત વર્ગ સુધી પહોંચ્યો છે. ભારતમાં ડાયાબિટીસથી પીડિત દર્દીઓની બીજી સૌથી મોટી વસ્તી છે. વર્ષ 2019માં ડાયાબિટીસના કારણે 40 લાખથી વધુ લોકોના મોત થયા છે. આ સ્થિતિ સૂચવે છે કે આગામી સમયમાં ડાયાબિટીસના કેસમાં વધુ વધારો થઈ શકે છે