Site icon Revoi.in

ICMR ના અભ્યાસમાં ખુલાસોઃ કોરોનાની ત્રીજી લહેર આવતા થોડો સમય લાગશે

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસની બીજી લહેર હજી સમાપ્ત થઈ નથી કે દેશના આરોગ્ય નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેર પરચર્ચા કરવાની શરૂઆત કરી દીધી છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને દેશવાસીઓને ત્રીજી કોરોનાની લહેરની ચિંતા છે.

કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે કેન્દ્રના કોવિડ કાર્યકારી ગ્રૂપના અધ્યક્ષ ડો.એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે આઇસીએમઆરના અધ્યયન મુજબ ત્રીજી લહેર હાલ નહી આવે, ત્રીજી લહેર આવવાને હજી મોડુ થવાની સંભાવના છે. દેશમાં દરેકને રસી આપવા માટે અમારી પાસે 6-8 મહિનાનો સમય છે. આગામી દિવસોમાં, અમારું લક્ષ્ય છે કે દરરોજ 1 કરોડ રેસીના ડોઝ આપવામાં આવે

આ સાથે જ તેમણે બીજી મોટી માહિતી આપતાં કહ્યું કે બાળકો માટે ઝાયડસ કેડિલા રસી જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટમાં મળે તેવી સંભાવના છે. તેમણે કહ્યું હતું કે પરિક્ષણ લગભગ પૂર્ણ થવાને આરે છે અને સરકાર જુલાઇના અંત સુધીમાં આ રસી 12-18 વર્ષની વય જૂથના બાળકોને આપવાનું શરૂ કરી શકે છે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુંહતું કે, ક કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ત્રીજી તરંગનું કારણ બનશે તેવું કહેવું જલ્દબાઝી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે નવા વેરિએન્ટ્સ કોરોની લહેરનું કારણ છે, તેથી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કોરોનાની ત્રીજી તરંગને કારણે થઈ શકે છે તેવું નકારી શકાય નહીં.