સવારના નાસ્તામાં ઈડલીને આરોગવી સૌથી યોગ્ય, જાણો કારણ…
બ્રેકફાસ્ટ ખુબ જરુરી છે કેમ કે તેનાથી આપને આખો દિવસ ઉર્જાવાન રાખે છે. સવારનો નાસ્તો જેટલો હેલ્દી અને પૌષ્ટીક હશે, એટલું આરોગ્ય માટે ફાયદાકારણ રહેશે. બ્રેકફાસ્ટમાં દરેકની પોતાની પસંદગી હોય છે પરંતુ કેટલાક લોકો ઈડલી અને કોર્નફ્લેક્સ વધારે પસંદ કરે છે.
• બ્રેકફાસ્ટમાં ઈડલીના ફાયદા
ઈડલી ચોખા અને અડદની દાળ મિક્સ કરીને બનાવાય છે. તે સ્ટીમ્ડ હોવાથી તેમાં તેલ ઓછુ હોય છે, જેથી હળવો નાસ્તો કહેવાય છે. બે પીસ ઈડલીથી શરીરમાં 110 ગ્રામ કેલરી, 4 ગ્રામ પ્રોટીન, 24 ગ્રામ કાર્બ, 50થી 60 ગ્રામ સોડિયમ, એક ગ્રામ ફાઈબર અને 0.4 ગ્રામ ફેટ મળે છે. ઈડલીમાં ફર્મેટેડ ચીજ મીલાવાય છે જેનાથી પાચનમાં પણ ફાયદો થાય છે, જેનાથી શરીરને ઉર્જા મળે છે. ઈડલીમાં પ્રોટીનની સારી માત્રા હોય છે જે શરીર માટે જરુરી છે. તેમાં ફાયબર પણ યોગ્ય માત્રામાં હોય છે, જે પાચન તંત્રને હેલ્દી રાખે છે. ઈડલીમાં કેલરી હોવાથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
• કોર્નફ્લેક્સના ફાયદા
કોર્નફ્લેક્સ એક પેકેજ્ડ બ્રેકફાસ્ટ છે. જે મકાઈથી બનાવાય છે. એક વાટકી કોર્નફ્લેક્સથી શરીરમાં 100 ગ્રામ કેલરી, 2 ગ્રામ પ્રોટીન, 24 ગ્રામ કાર્બ, 240 ગ્રામ સોડિયમ, 3 ગ્રામ ફાઈબર અને 0.3 ગ્રામ ફેટ મળે છે. કોર્નફ્લેક્સ સામાન્ય રીતે દૂધ અને ખાંડ મીલાવીને ખાવાયમાં આવે છે જેનાથી કેલરી વધે છે. કોર્નફ્લેક્સમાં પ્રિજર્વેટિવ્સ અને ખાંડની માત્રા વધારે હોવાથી તે શરીર માટે નુકશાન કારક હોય છે. કોર્નફ્લેક્સ સરળથી વચે છે, જેથી પાચનતંત્ર હેલ્દી રહે છે. કોર્નફ્લેક્સમાંથી વિટામિન અને મિનરલ્સ સારી માત્રામાં મળે છે. કોર્નફ્લેક્સમાં ઓછુ ફેટ હોય છે. જે હાર્ટને હેલ્દી રાખે છે. તેમજ ઝડપથી બનનારુ બ્રેકફાસ્ટ છે.
જાણકારોના મતે, જો સવારે ઝડપથી ફટાફટ ખાઈને નિકળવું હોય તો કોર્નફ્લેક્સ સારો ઓપ્શન છે. પરંતુ આપ પૌષક તત્વોથી ભરપુર એક બેલેન્સ બ્રેકફાસ્ટની ઈચ્છા રખતા હોય તો ઈડલીથી સારો બીજો કોઈ વિકલ્પ નથી. આ ખાવામાં ઝડપથી પચવાની સાથે શરીરમાં એનર્જી લાંબા સમય સુધી બનાવી રાખે છે. એટલે બંનેમાં ઈડલી હેલ્દી અને પૌષ્ટીક નાસ્તો છે.