આ દેશમાં ઓફીસથી નીકળી ગયા બાદ કંપની કર્મચારીને કોલ કરે તો ગણાશે ગેરકાયદેસર- જાણો કયા દેશમાં નવો શ્રમ કાયદો થયો લાગૂ
- ઓફીસ બાદ કર્મીને કોલ નહી કરી શકે કંપની
- પોર્ટૂગલ દેશમાં બનાવાયો નવો નિયમ
દિલ્હીઃ- ઘણી વખત એવુંબનતું હોય છે કે કોઈ કર્મચારી કામ કરીને ઓફીસે ઘરે પરત આવે અને તેને સતત ઓફીસમાંથી કોલ આવતા હોય છે, આ કામ બાકી છે, પેલું કાલે કરવાનું છે વગેરે વગેરે કારણોને લઈને કંપની તરફથી કર્મીને કોલ કરવામાં આવતા હોય છે આવી સ્થિતિમાં કર્મી પયમ હેરાન પરેશાન થી જાય છે કે આટલા કલાકો કામ કર્યા બાદ ઘરે આવીને પણ એજ માથા કૂટ.
ત્યારે હવે પોર્ટુંગલ સંસદમાં નવો કાયદો લાગૂ થયો છે જે પ્રમાણે હવે કર્મચારીને ઓફિસના બોસ દ્વારા ઓફીસ પત્યા બાદ કોલ કે મેસેજ કરવામાં આવશે તો ગેરકાયદેસર માનવામાં આવશે. જેથી હવે અહિયા કંપની દ્વારા ઓફિસનો સમય શરૂ થાય તે પહેલા અને ઓફિસના સમયગાળામાંજ કર્મચારીને ફોન કરી શકાશે નહી તો ગેરકાયદેસર ગણવામાં આવશે.
આ સમગ્ર બાબતે ડેલી મેલના રિપોર્ટની જો વાત માનીએ તો પોર્ટુગલ સંસદમાં આ અંગેનો ખાસ નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. જેમા ઓફિસના કલાકો પછી તેમજ રજાઓના દિવસોમાં કંપની પોતાના કોઈ પણ કર્મચારીને ફોન કે મેઈલ કરી શકશે નહી અને જો કરશે તો કંપનીએ તે માટે દંડ ભોગવવો પડશે, કારણ કે આમ કરવું હવે ગેર કાયદેસરની શ્રેણીમાં આવશે.
પોર્ટુગલના રક્ષા મંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે કોરોના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ નવી વાસ્તવિકતા બની ગઈ છે. જેથી આ નવા કાયદા લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું આ રીતના કાયદાઓ ફ્રાંસ, જર્મની અને ઈટલી જેવા દેશોએ પહેલાથી લાગૂ કર્યા છે. જેથી પોર્ટુગલના લોકોના હિત માટે આ કાયદો લાગૂ કરાયો છે જેથી કર્મીઓ શાંતિથી કાર્ય કરી શકે.તેઓની મનની શાંતિ વિખોળાઈ નહી
આ દેશની સત્તારુઢ પાર્ટીઓ દ્રાવા આ નવો શ્રમ કાયદો અમલી કરવામાં આવ્યો છે,જેમાં વર્કફ્રોમ હોમ કરતા લોકોને ઘણો ફઆયદો થનાર છે કારણ કે આ કાયદા હેઠળ કંપનીએ તેમના કર્મચારીઓને લાઈટ બીલ તેમજ ઈન્ટરનેટનું બીલ પણ ચૂકવવું પડશે. જો કોઈ કર્મચારીનું બાળક નાનું હશે તો તે બાળક 8 વર્ષનું થાય ત્યા સુધી તે કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરી શકશે.આન હવે આ દેશના લોકોને ઓફીસ તરફથી ખોટી હેરાનગતિમાંથી છૂટ મળી છે.