Site icon Revoi.in

મોબાઈલફોન પર કોઈનીયે વાતચિત મરજી વિરૂદ્ધ રેકોર્ડ કરાશે તો સજા થઈ શકેઃ છત્તીસગઢ હાઈકોર્ટ

Social Share

રાયપુરઃ છતીસગઢ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યુ હતું કે, આઈટી એક્ટની કલમ 72 મુજબ બીજાની મરજી વિરુદ્ધ ફોનમાં રેકોર્ડિંગ કરવું ગુનો બને છે. કોઈ વ્યક્તિ અન્ય સાથે મોબાઈલ પર વાત કરતું હોય, ત્યારે કોઈ અન્ય વ્યક્તિ તેની મરજી વિરુદ્ધ ફોન રેકોર્ડિંગ કરે તો તે બંધારણની કલમ 21 હેઠળ ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને આઈટી એક્ટની કલમ 72 મુજબ ગુનો છે. એટલું જ નહીં જો તે વ્યક્તિ ફરિયાદ નોંધાવે તો રેકોર્ડિંગ કરનાર વ્યક્તિને સજા પણ થઈ શકે છે.

મોબાઈલફોનમાં એકબીજાની વાતોને  રેકોર્ડિંગ કરવું  હવે ભારે પડી શકે છે. આઈટી એક્ટની કલમ 72 મુજબ બીજાની મરજી વિરુદ્ધ ફોનમાં રેકોર્ડિંગ કરવું ગુનો બને છે.  એક કેસમાં છતીસગઢ હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ અન્ય સાથે મોબાઈલ પર વાત કરતું હોય, ત્યારે કોઈ અન્ય વ્યક્તિ તેની મરજી વિરુદ્ધ ફોન રેકોર્ડિંગ કરે તો તે બંધારણની કલમ 21 હેઠળ ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને આઈટી એક્ટની કલમ 72 મુજબ ગુનો છે. એટલું જ નહીં જો તે વ્યક્તિ ફરિયાદ નોંધાવે તો રેકોર્ડિંગ કરનાર વ્યક્તિને સજા પણ થઈ શકે છે.

આ કેસની વિગતો એવી હતી કે, છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાની એક પરિણીતાએ પતિ તરફથી ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તો પતિએ પત્નીના વાતચીતનું રેકોર્ડિંગ ફેમિલી કોર્ટમાં પુરાવા તરીકે રજુ કર્યું હતું, જેમાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ પત્નીએ ફેમિલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી આદેશને રદ કરવાની માંગ કરી. જસ્ટિસ રાકેશ મોહન પાંડેયની સિંગલ બેંચે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ કરી આદેશમાં કહ્યું કે, મંજુરી વગર ફોનકૉલ રેકોર્ડ કરવો ગોપનિયાના અધિકારનું ઉલ્લંઘન છે અને બંધારણની કલમ 21 હેઠળ અરજદારના અધિકારોનું પણ ઉલ્લંઘન છે. પતિએ અરજદાર પત્નીની મંજુરી વગર તેમની વાતચીત ટેપ કરી છે, તો  આવી કાર્યવાહી બંધારણીય અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.