Site icon Revoi.in

વ્યક્તિ શારીરિક-માનસિક રીતે મજબૂત હશે તો વિકાસમાં મદદરૂપ થઈ શકશેઃ દેવુસિંહ ચૌહાણ

Social Share

અમદાવાદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા મુકામે નવા બનનારા પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના ખાર્તમૂર્હત પ્રસંગે કેન્દ્રીય રાજયકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવીન મકાનોથી નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જો વ્યક્તિ પોતે શારિરીક અને માનસિક રીતે મજબૂત હશે તો તે તેના પોતાનો, કુટુંબ, ગામ, રાજય, દેશ તેમજ સમાજના વિકાસમાં મદદરૂપ થઇ શકશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએએ ગુજરાતની શાસન ધુરા સંભાળી અને ત્યાર બાદ દેશની શાસન ધુરા સંભાળી છે, ત્યારથી આપણે તેના સાક્ષી છીએ કે આ સરકારે છેવાડાના માનવીની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. બાળક જન્મે તે પહેલા તેની માતાના ગર્ભમાં હોય ત્યારથી લઇ વૃધ્ધ થાય ત્યાં સુધી તેના આરોગ્યની ચિંતા કરે છે અને તેને મળવા પાત્ર આરોગ્યના તમામ લાભો ઘરે જઇને પણ આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત કાર્ડ  રૂા.પાંચ લાખ સુધીની આરોગ્યની સેવાઓમાં મદદરૂપ થાય છે. અહિંયા આ પેટા આરોગ્ય કેન્દ્ર થવાથી બિમાર વ્યક્તિઓને તરત જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળતી થશે જેનાથી ગ્રામ્ય નાગરિકોને ખુબ જ લાભ થશે.

ગ્રામ વિકાસ અને ગ્રામગ્રૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આપણા મહેમદાવાદનું સીએચસી સેન્ટર ખેડા જિલ્લાનું શ્રેષ્ઠ સીએચસી સેન્ટર છે. સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા કટીબધ્ધ છે. ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર બનવાના છે અને દરેક આરોગ્ય કેન્દ્ર પાછળ અંદાજે 25.50 લાખ જેટલો ખર્ચ થશે. આમ, ત્રણેય સેન્ટરના મળી કુલ 78 લાખ જેટલો ખર્ચ થશે. આ ખર્ચ વર્ષ 2018-19ના બજેટમાંથી મંજૂર કરવામાં આવેલ છે. આ બાંધકામ 100 ચો.મીના વિસ્તારમાં બનવાનું છે.