Site icon Revoi.in

રાજકોટમાં વેપારી માસ્ક વગર પકડાશે તો 7 દિવસ માટે દુકાન કરાશે સીલ

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. બીજી તરફ લોકોને રોજીરોટી મળી રહે તે અંગે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતુ હોવાથી મનપા તંત્ર કોરોનાને ડામવા માટે વધુ આક્રમક બન્યું છે. હવે રાજકોટમાં દુકાનોમાં માસ્ક વગર બેઠેલા વેપારીઓ તથા ગ્રાહક પકડાશે તો દુકાનને સાત દિવસ સુધી સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રજાને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

રાજકોટ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે,, રાજકોટના વિવિધ બજારોની દુકાનોમાં વેપારી કે ગ્રાહક માસ્ક વગર જોવા મળશે તો 7 દિવસ માટે દુકાન કરાશે સીલ. એટલું જ નહીં જે પણ દુકાન બહાર સોશ્યલ ડિસ્ટનસિંગ નહિ હોય તો પણ પગલા લેવાશે. રાજકોટ મનપા અને પોલીસ દ્વારા આ મામલે સંયુક્ત કાર્યવાહી હાથ ધરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી નાના-મોટા શહેરો અને ગામના આગેવાનો દ્વારા સ્વયંભૂ બંધ અને આંશિક લોકડાઉનનો નિર્ણય લઈને તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર અને વેપારીઓ દ્વારા બે સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાય છે. કોરોનાની ચેઇન તોડવા સ્વાયંભૂ બંધ રાખવા લોકોને અપીલ કરાઈ હતી.