Site icon Revoi.in

અમદાવાદની આરટીઓ કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં એજન્ટ્સ દેખાશે, તો પોલીસ ધરપકડ કરશે

Social Share

અમદાવાદઃ આરટીઓ કચેરીમાં એજન્ટની પ્રથા નાબુદ કરવામાં વી હોવા છતા એજન્ટો બેરોકટોક કામગીરી કરતા હોય છે. કેટલાક એજન્ટો અરજદારો પાસેથી પૈસા લઈને કામ કરી આપવાના બહાને છેતરપિંડી કરી રહ્યા છે. જે બાબત પોલીસ કમિશનરના ધ્યાને આવતા તેમણે સુભાષબ્રિજ, વસ્ત્રાલ કચેરીમાં તેમજ કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં એજન્ટોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો એજન્ટ દેખાશે તો પોલીસ તેમને ધરપકડ કરી ગુનો નોંધશે.

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે  આ અંગે સત્તાવાર જાહેર નામુ બહાર પાડ્યું છે. જેમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે  શહેરના સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે. તેમ છતાં કેટલાક માણસો એકલા કે ટોળકી બનાવીને આરટીઓ કચેરીમાં આવતા લોકોને એજન્ટ તરીકે કામ કરી આપવાનું કહીને પૈસા લઈને ભાગી જઈ છેતરપિંડી આચરી રહ્યા છે. જેથી આવી પ્રવૃતિ અટકાવવા માટે એજન્ટ કે બિન અધિકૃત વ્યકિતને આરટીઓ કચેરીમાં પ્રવેશવા દેવા હિતાવહ નહીં હોવાથી આરટીઓ કચેરીની અંદર તેમજ આરટીઓ કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં એજન્ટોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામાનો અમલ 1 એપ્રિલ રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.

અમદાવાદની બંને આરટીઓના મુખ્યગેટ પાસે એજન્ટોના ટોળાં ઊભા રહે છે. આરટીઓમાં આવતા અરજદારોને લાઇસન્સ, વાહન સબંધિત કામગીરી માટે વિવિધ પ્રકારની લોભામણી લાલચ અપાતી હોવાની વારંવાર ફરિયાદો સબંધિત આરટીઓ સુધી થઇ છે. અત્યાર સુધી પગલાં ભરાતા ન હતા. હવે પોલીસ કમિશનરે જ જાહેરનામું  પ્રસિદ્ધ કર્યુ છે.