1. Home
  2. ગુજરાતી
  3. જો બાઈડેને સત્તામાં આવતા જ બદલ્યા ટ્રમ્પએ લીધેલા નિર્ણયો – સ્વાસ્થ્યથી લઈને જલવાયુ સુધીના મુસ્લિમ દેશો પરના પ્રતિબંધો હટાવ્યા
જો બાઈડેને સત્તામાં આવતા જ બદલ્યા ટ્રમ્પએ લીધેલા નિર્ણયો – સ્વાસ્થ્યથી લઈને જલવાયુ સુધીના મુસ્લિમ દેશો પરના પ્રતિબંધો હટાવ્યા

જો બાઈડેને સત્તામાં આવતા જ બદલ્યા ટ્રમ્પએ લીધેલા નિર્ણયો – સ્વાસ્થ્યથી લઈને જલવાયુ સુધીના મુસ્લિમ દેશો પરના પ્રતિબંધો હટાવ્યા

0
Social Share
  • જોબાઈડેન સત્તામાં આવ્યા
  • ટ્રેમ્પના નિર્ણયો નવા રાષ્ટ્રપતિએ બદલ્યા
  • જલવાયુ પરિવર્તન સમજોતામાં અમેરિકા પરત ફરશે

વોશિંગટનઃ-અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે જોબાઈડેનએ શપથ ગ્રહણ કર્યા છે. ભારતીય મૂળની કમલા હેરિસ તેની સાથે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. એવી આશઆ સેવાઈ રહી છે કે, બાયડેન સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા લેવાયેલા ઘણા નિર્ણયોને બદલી શકે છે. રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી, બાઈડેન એ સીધા ઓવલ ઓફિસ પહોંચ્યા હતા  અને કાર્યમાં જોતરાયા હતા.

મળતી માહિતી પ્રમાણે બાઈડેને 15 કારોબારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. આ તમામની લાંબા સમયથી અમેરિકામાં માંગ ચાલી રહી હતી અને તેઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ  બાબતનું વચન પણ આપ્યું હતું. બુધવારની બપોરના રોજ, બાઈડેને કહ્યું હતું કે,કાર્યકારી આદેશ, મેમોરેન્ડા અને સૂચનાઓ બહાર પાડવામાં ‘બગાડવા માટે સમય નથી’.

ૉબાઈડેનએ સીધેસીધા વાત પર આવતા કહ્યું કે, “આજે હું કેટલાક કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યો છું, તે કોરોના મહામારી સંકટની કાર્યપ્રણાલીને બદલવા માટે મદદ  કરનારા છે, આપણે હવામાન પરિવર્તનનો એક નવી રીતે સામનો કરવા જઈ રહ્યા છીએ જે હજી સુધી આપણે કર્યો નથી. અને વંશીય ભેદભાવનો અંત લાવનારા છીએ. આ તમામ પ્રારંભિક બિંદુઓ છે.

મતભેદ છત્તા પણ દેશ માટે એકતા બનાવી રાખો – બાઈડેનએ કહેલી કેટલીક મહત્વની વાતો

  • તમામ અમેરિકાના લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત રેહેશે
  • કોરોના મહામારી પર નિયંત્રણ લાદવાનો નિર્ણય લીધો
  • સામાન્ય લોકોને મોટા પાયે આર્થિક મનદદ કરવાની ઘોષણા કરી
  • જલવાયુ પરિવર્તનના મામલે અમેરિકાની વાપસી એટલે કે, હવે 30 દિવસની અંદર અમેરિકા જલવાયુ સમજોતામાં ફરીથી સામેલ થશે
  •  વંશીય ભએદભાવ નાબૂદ કરવા માટે પગલા ભર્યા
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી પીછેહઠ કરવાના નિર્ણયને અટકાવી દીધો અને વિશ્વ આરોગ્ય સંગઠનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં યુ.એસ. પ્રતિનિધિ મંડળના વડા ડો. એન્થોની ફોસીને પ્રતિનિધિ મંડળના પ્રમુખ બનાવ્યા.

સાહનિ-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code