જો બિડેન રાષ્ટ્રપતિપદની રેસમાંથી જાતેજ બહાર થઇ જાય તેવી શક્યતા, નામાંકન પાછું ખેંચશે તેવી ખબર
ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ટ્રમ્પનું પલડું વધારે ભારે થઇ ગયું છે.. આમ પણ ટ્રમ્પની જીતની શક્યતાઓ પહેલેથીજ હતી.. એવામાં હવે ટ્રમ્પની ઝોળીમાં અમેરીકાની જનતાના સહાનુભૂતિના વોટ મળવાની શક્યતા વધી જતા તેમની જીત લગભગ નિશ્ચિત મનાય છે..આ બધા વચ્ચે હવે જો બાઇડેન રાષ્ટ્રપતિપદની રેસમાંથી ખસી જશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
જો બિડેન નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારી છોડી શકે છે. એક જાણીતા મીડિયાએ તેના સૂત્રોને ટાંકીને કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સ્વેચ્છાએ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. પત્રકાર માર્ક હેલ્પેરિને કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પદ છોડવા માટે સંમત થયા છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમના અનુગામી તરીકે સમર્થન નહીં આપે તેવી વાત પણ સામે આવી છે. તે ઉમેદવાર માટે ખુલ્લી પ્રક્રિયાને સમર્થન આપશે, જે કેટલાક અન્ય ઉમેદવારો માટે માર્ગ ખોલી શકે છે. જો કે એવા પણ અહેવાલો છે કે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી શકે છે.
પ્રેસિડેન્સિલ ડિબેટમાં બિડેન પર ટ્રમ્પ ભારે પડતા જોવા મળ્યા હતા
તાજેતરની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં, ડોનાલ્ડ ટ્રમ્પ જો બિડેન પર ભારે પડતા જોવા મળ્યા હતા.બીજી તરફ જો બિડેનના સ્વાસ્થ્ય અને ખરાબ પ્રદર્શનને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. એવામાં હવે જો બિડેન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે.. ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના અહેવાલમાં કહ્યું કે તેમના નજીકના લોકો માને છે કે બિડેને આ અંગે વિચારવાનું શરૂ કરી દીધું છે. હવે તેમ એવું પણ લાગવા લાગ્યું છે કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી.
કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની શોધ શરૂ કરી
ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓને લાગે છે કે બિડેન હવે પાછળ હટી જશે. તમને
જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કહ્યું હતું કે આ વખતે બિડેનની જીતની શક્યતાઓ ઘણી ઓછી છે. વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં એમ પણ કહ્યું કે ગુરુવારે રાત સુધી એવી અટકળો ચાલી રહી હતી કે બિડેન કદાચ ક્યારેય એ જાહેરાત નહીં કરે કે તેઓ ક્યારેય ચૂંટણી નહીં લડે. તે જ સમયે, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પક્ષના ઉમેદવાર બનવાની સંભાવના વચ્ચે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.
ટ્રમ્પને ગોળીબારનો લાભ મળશે
તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. અમેરિકાના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે તેના કારણે અમેરિકન લોકોના મત સહાનુભૂતિના રૂપમાં ટ્રમ્પના ખોળામાં આવી શકે છે. તેથી જ બિડેનની જીતવાની તકો ઘણી ઓછી થઈ ગઈ છે.