- શું ચહેરા પર બ્લેકહેડ્સની સમસ્યા છે ?
- આ રીતે કરો બ્લેકહેડ્સને દુર
- ઘરે બેઠા અપનાવો આ ઉપાયદરેક સ
દરેક ગર્લ્સ હોય કે મહિલાઓ હોય પોતે સુંદર દેખાી તે માટે પાર્લરમાં જતા હોય છે મોંધી ટ્રિટમેન્ટ કરાવે છે જો કે આ બધી જડ વસ્તુઓ તમે ઘરે રહીને નજેવા ખર્ચમાં પમ કરી શકો છો.આજે વાત કરીએ ચહેરા પર થતા દાણાઓની તો જેને આપણે બ્લેકહેડ્સ તરીકે ઓળખીએ છે જે ચહેરાની સુંદરતાને અવરોધે છે.
શા માટે થાય છે કાણાદાણાઓ
વધતી ઉંમર, હોર્મોનલ ફેરફાર અને સ્કિન પોર્સમાં ઓઈલ જમા થવાને કારણે બ્લેક હેડ્સની પ્રોબ્લેમ થવા લાગે છે. મોટાભાગે ઓઈલી સ્કિનમાં બ્લેક હેડ્સની સમસ્યા વધુ જોવા મળે છે. ચહેરા પર જે ભાગ થોડો સખત હોય ત્યાં પણ બ્લેક હેડ્સ થવા લાગે છે. જો બ્લેક હેડ્સની સમસ્યા વધુ પ્રમાણમાં થવા લાગે તો સ્કિન સ્પેશિયલિસ્ટને બતાવવું જોઈએ.
બ્લેકદાણોને દૂર કરવા માટે આપનાવો આ ટિપ્સ
આ માટે ઘરમાં રહેલી હળદર અને લીંબુના રસમાં તજનો પાઉડર મિક્સ કરો અને તે પેકને થોડા દિવસ ચોક્કસ રીતે ચહેરા પર લગાવો. આ કરવાથી જરૂરથી ચહેરા પર ફરક જોવા મળશે.
એક ચમચી તજના પાવડરમાં લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવો. તેને બ્લેકહેડ્સવાળા ભાગ પર લગાવો અને 20 મિનિટ બાદ પાણીથી સાફ કરી લો. આ ઉપાય બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સને દૂર કરે છે. તેનાથી ખીલ પણ મટી જાય છે. આ પેસ્ટને સપ્તાહમાં 3-4 વખત લગાવવું.
આ સહીત કાચા બટાકાને ગ્રાઈન્ડ કરી પિમ્પલ્સ, વ્હાઈટ હેડ્સ કે બ્લેક હેડ્સ પણ લગાવો. 10 મિનિટ રબ કરી ધોઈ લો. આ ઉપાય તમારી સમસ્યા દૂર કરી દેશે અને સપ્તાહમમાં બેવાર આ ઉપાય કરશો તો ફરી બ્લેક હેડ્સ નહીં થાય.
ચોખાનો લોટ, જવનો લોટ 1-1 ચમચી લઈ તેને દૂધમાં પલાળી હળવા હાથથી ચહેરા ઉપર મસાજ કરો, તે સિવાય પાણીનો ભાપ ચહેરા ઉપર લો, તમને આ સમસ્યાથી છૂટકારો મળી જશે.
બ્લેકહેડ્સને ગ્રીનટીથી પણ દુર કરી શકાય છે,ગ્રીનટીના પાન ને પાણી સાથે પીસીને પાણીમાં મિક્સ કરીને લગાવવાથી પણ બ્લેકહેડ્સની સમસ્યા દુર થાય છે. ગ્રીનટી અને પાણીના મિક્સીંગને 15-20 મીનીટ લગાવવું અને તેને પછી ગરમ પાણીથી ધોઈ નાખવુ.
રસોડામાં રહેલા બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને લગાવવાથી પણ બ્લેકહેડ્સની સમસ્યા દુર થાય છે.
આ સહીત લીબુંના રસમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરીને તે પેસ્ટથી ચહેરા પર જો 10 મિનટ હળવા હાથે મસાજ કરવામાં આવે તો પણ બ્લેકદાણાઓ દૂર થાય છે.