- દિવાલ પરની કાળશે દૂર કરવા ભીનું પોતું મારો
- દિવાલ પર બને તો વોલપેપર લગાવી ગદો જેથી દિવાલ સારી જ રહે
સામાન્ય રીતે આપણી ભારતીય સંસ્કૃતિમાં સવાર સાંજ આરતી ,ઘૂપ કે દિવો પ્રગટાવવાની પરંપરા છે,મંદિરમાં દિવો પ્રગટાવવાથી ઘરમાં થોડો ઘૂમાડો તો થાય જ છે સાથે આજૂબાજૂની વોલ પર કાળશ પણ જામ થઈ જાય છે જો કે આ દિવાલને સાફ કરવાની કેટલીક સરળ ટ્રિક તમને જણાવીશું, જે અગરબર્તીની કાળશ હોય કે મીણબત્તીને કાળશ જેને સરળતાથઈ દૂર કરી દેશે.
દિવાલને હંમેશા વોશ પેઈન્ટ કરો
જે વોશ કરી શકાય તેવા પેઇન્ટને કોઈપણ વસ્તુ તરત સાફ કરી શકાય છે. આ પણ તેની ખાસિયત છે.જો તમે પણ તમારા ઘરમાં વોશેબલ પેઈન્ટ કરાવ્યું હોય તો તમારે કાળી દિવાલોની ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે સ્ક્રબ પર લોન્ડ્રી સાબુ લગાવો.અથવા લિક્વિડ લગાવી સાફ કરીલો સરળતાથી થઈ જશે.
જેલ ટૂથપેસ્ટ
આ સાથે જ આવી કાળી પડેલી દિવાલ પર તમે જેલ ટૂથપેસ્ટની મદદથી સાફ કરી શકો છો. જો તમારી પાસે ઘરે જેલ ટૂથપેસ્ટ નથી, તો તમે આ ટૂથપેસ્ટને બજારમાંથી ખરીદી શકો છો. જેલ ટૂથપેસ્ટથી પેઇન્ટ પરના કાળા ડાઘ સરળતાથી સાફ કરી શકાય છે.તમારે સ્વચ્છ કપડા પર ટૂથપેસ્ટ લગાવીને દિવાલો પર ઘીમે સાફ કરવી પડશે.
વોશ લિક્વિડ
કાળી પડેલી દિવાલોને ડીશ સોપ વડે પણ સાફ કરી શકો છો. ડાઘ સાફ કરવા માટે ડીશ સોપ અને વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે 1 કપ પાણીમાં 1 ચમચી ડીશ સોપ અને વ્હાઈટ વિનેગર મિક્સ કરીને સારી રીતે મિક્સ કરો. તમે તેમાંથી તૈયાર થયેલા પ્રવાહીમાં સ્ક્રબને ભીની કરીને દિવાલને સાફ કરો છો.