Site icon Revoi.in

શિયાળામાં ન્હાયા બાદ શરીરમાં ખંજવાળ આવે છે તો અપનાવો ટિપ્સ,ખંજવાળ થશે દૂર

Social Share

શિયાશો શરુ થઈ ગયો છે આવી સ્થિતિમાં ન્હાવાનું મન પણ કોઈને થતું નથી અને દો આપણે સમયસર ન્હાઈ પણ લેતા હોઈએ છીએ તો એમા પણ ખંજવાળ તરત ઉપડે છે આવી સ્થિતિમાં ન્હાયા બાદગ કેટલીક ટુપ્સ ફોલો કરવાની હો છે આ સાથે જ ન્હાવાના પાણીનું ધ્યાન આપવાનું હોય છે તો ચાલો જણીએ ન્હાયા બાદ ખંજવાળને કઈ રીતે દૂર કરી શકાય,

શિયાળામાં ન્શહાયા બાદ રીરમાં ખંજવાળની ફરીયાદ રહેતી હોય છે, જો તમે ઈચ્છો તો ખંજવાળ ન આવે એટલા માટે જ્યારે ન્હાવાનું પાણી ગરમ કરો ત્યારે તેમાં લીમડાના પાન એજડ કરીને પાણી ઉકાળો આમ કરવાથી શરીરની ખંજવાળ ચોક્કસ દૂર થઈ જશે, ,લીમડામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે.લીમડાના મૂળને પાણીમાં પલાળીને 4 5 કલાક રાખી તે પાણીથી સ્નાનકરવાથી પણ ખંજવાળ મટે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી તે ત્વચાની વિવિધ રોગોની સારવારમાં ઉપયોગી સાબિત થાય છે. જો મધને ખંજવાળવાળી જગ્યા પર લાગુ કરવામાં આવે છે,તો ખંજવાળ દૂર થાય છે અને તે જગ્યા પર ઠંડક મળે છે.આ સાથે જ ન્હાયા બાદ તમે શરીર પર દેશી ઘી પણ લગાવી શકો છો જેથી ખંજવાળ આવશે નહી.

આ સાથે જ એલોવેરા જેલ ખંજવાળ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં હાજર એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો શુષ્કતા અને ચેપવાળી ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.ન્હાવાના પાણીમાં એલોવેરાનો પલ્પ નાખીને ગરમ કરો આ પાણીથી ન્હાવાથી ખંજવાળ આવશે નહી.

શિયાળામાં ન્હાવા માટે સાબૂને બદલે બોડીવોશ કે સાવર જેલનો જ ઉપયોગ કરો જેનાથઈ ખંજવાળ આવવાની શક્યતાઓ ઘટે છે. અને ન્હાયા બાદ કોટનના ટૂવાલથી શરીરને બરાબર સાફ કરો જો શરીર ભીનું રહે તો પણ ખંજવાળ ઉપડી શકે છે.