જો બાળકો જમવામાં આનાકાની કરે તો આ રીત અપનાવો, તરત જ ભૂખ લાગવા લાગશે
શું તમારૂ બાળક ખાવામાં અચકાય છે? જો હા તો આ એક સામાન્ય સમસ્યા છે. જેનો સામનો દરેક માત-પિતાએ કરવો પડે છે. પણ, ચિંતા ના કરશો! અમે તમને થોડીક એવી રીતો બતાવીશુ કે જે તમારા બાળકની ભૂખ તરત જ વધશે.
• એક જ સમયે ખાવાનું ખવડાવો
જો બાળકો દરરોજ એક જ સમયે ખાવાનું ખાય છે, તો તેમનું શરીર તે સમય માટે તૈયાર થઈ જાય છે. અને તે જમવા માટે તૈયાર થઈ જાય છે. તેનાથી તેમની ભૂખ પણ વધે છે.
• રંગ-બે-રંગી અને સ્વાદિષ્ટ જમવાનું પીરસો
બાળકો રંગીન અને ટેસ્ટી ખાવાનું પસંદ કરે છે. અલગ-અલગ રંગોની શાકભાજી અને અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને જમવાનું આકર્ષિત બનાવો.
• ઓછી માત્રામાં ખોરાક આપો
બાળકો ઘણીવાર વધુ પડતો ખોરાક જોઈને કતરાય છે. એટલા માટે ઓછી માત્રામાં ખોરાક આપવાથી તેમને ખાવામાં રસ રહેશે.
• પરિવાર સાથે ખાઓ
બધા સદસ્યો જ્યારે એક સાથે ભોજન કરે છે ત્યારે બાળકોને ખાવાની મજા આવે છે. એનાથી તેમનો ખાવામાં રુચિ વધે છે.
• જંક ફૂડથી દૂર રહો
વધુ પડતું મીઠુ કે જંક ફૂડ ખાવાથી બાળકોની ભૂખ ઓછી થઈ શકે છે. તેથી, ફળો, શાકભાજી અને અનાજ જેવા આરોગ્યપ્રદ ખોરાકને પ્રાધાન્ય આપો.