Site icon Revoi.in

બાળકોના પેટમાં દુખાવો થતો હોય તો જાણો કઈં બીમારીઓનો ખતરો

Social Share

બાળકોમાં પેટનો દુખાવો ક્યારેક સામાન્ય બાબત લાગે છે, પણ કેટલીકવાર તે મોટી સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. પેટમાં દુખાવો વિવિધ કારણોસર થઈ શકે છે અને કેટલીકવાર તે એવી બીમારીઓ તરફ ઈશારો કરે છે જેને તાત્કાલિક સારવારની જરૂર હોય છે.

એસિડિટી અને ગેસઃ ક્યારેક ખાવાની અનિયમિત આદતો અથવા જંક ફૂડના વધુ પડતા સેવનથી બાળકોમાં એસિડિટી અને ગેસ થઈ શકે છે. આ પેટના દુખાવાનું મુખ્ય કારણ છે.

ઈન્ફેક્શન: પેટમાં ઈન્ફેક્શન જેમ કે ફૂડ પોઈઝનિંગ અથવા વાયરસથી ઝાડા અને ઉલ્ટી સાથે દુખાવો થઈ શકે છે. જેના કારણે બાળકોને ઘણી તકલીફ પડે છે.

એપેન્ડિસાઈટિસઃ જો જમણા નીચેના ભાગમાં દુખાવો થતો હોય અને દુખાવો વધી રહ્યો હોય તો તે એપેન્ડિસાઈટિસની નિશાની હોઈ શકે છે. આ એક મેડિકલ ઈમરજંન્સીછે અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

યુરિનરી ઈન્ફેક્શન: પેશાબમાં ઈન્ફેક્શનથી પણ બાળકોમાં પેટમાં દુખાવો થઈ શકે છે, ખાસ કરીને જો તેઓ પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા અનુભવે છે.

ઈંટેસ્ટિનલ વર્મ્સ: કૃમિના ચેપથી પણ બાળકોમાં પેટમાં દુખાવો થઈ શકે છે. આ ખાસ કરીને ગામડાઓમાં જોવા મળે છે જ્યાં સફાઈનો અભાવ છે.