બિહાર માટે કરોડો રૂપિયા ફાળવી શકાતા હોય તો ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્તો માટે કેમ નહીઃ કોંગ્રેસ
અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગોંડલના પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રીય બજેટને ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. આ બજેટમાં બિહારના નીતિશબાબુ અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બજેટમાં ગુજરાત સરકારને ઠેંગો દેખાડવામાં આવ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, બિહાર પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી આપ્યા છે. ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વખતે સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. નવસારી, સુરત, દ્વારકા, પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ છે. ગુજરાતમાં અનેકવાર પૂર આવે છતાં એક રૂપિયાની ફાળવણી ગુજરાત માટે કેન્દ્રીય બજેટમાં નથી
ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રીય બજેટને ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. આ બજેટમાં બિહારના નીતિશબાબુ અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બજેટમાં ગુજરાત સરકારને ઠેંગો દેખાડવામાં આવ્યો છે.
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે. લોકોને ખૂબ અપેક્ષા હતી કે આ બજેટમાં લોકો માટે કંઈક હશે, પરંતુ લોક ઉપયોગી કોઈ યોજના બજેટમાં નથી. આ ખુરશી બચાવો બજેટ છે. કેન્દ્ર સરકારને ખુરશી બચાવવી છે. બિહારના નીતિશબાબુ અને આંધ્રના ચંદ્રબાબુની સત્તામાં ટકી રહેવા માટે જરૂર છે. બાકી બીજા કોઈ રાજ્યને વિશેષ ફંડ આપ્યું નથી. આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં. બિહાર અને આંધ્ર પ્રદેશ માટે ખુરશી બચાવો બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત કરાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, બિહાર પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી આપ્યા છે. ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વખતે સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. નવસારી, સુરત, દ્વારકા, પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ છે. ગુજરાતમાં અનેકવાર પૂર આવે છતાં એક રૂપિયાની ફાળવણી ગુજરાત માટે કેન્દ્રીય બજેટમાં નથી. ગુજરાત સરકારે પૂરમાં અસરગ્રસ્ત લોકોને રાહત, બચાવ અને પુનર્વસનની કામગીરી તાત્કાલિક ધોરણે કરવી જોઈએ. આ સરકાર રાહત કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ જાય છે.