- યુવતીઓએ સ્ટાઈલિશ દેખાવવા આ બાબતો રાખવી જોઈએ ધ્યાનમાં
- કપડા અને ફેશન સેન્સ તમને આકર્ષક લૂક આપશે
દરેક યુવતીઓ કે સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાય,આ માટે તે ખાસ કરીને પોતાના કપડાને મહત્વ આપે છે પરંતુ સ્ટાઈલિશ લૂક માટે માત્ર કપડાની પસંદગી જ મહત્વની હોતી નથી આ સાથે જ તમારો મેકઅપ, શૂઝ સપ્પલ ઓરનામેન્ટ્સ વેગેરે પણ મહત્વ ઘરાવે છે,તમે કેવા કપડા પર કેવા ઈયરિંગ્સ પહેરો છો તે પણ મહત્વનું છે તો ચાલો જાણીએ ફેશન સેન્સ વિશે જે તમારા સ્ટાઈલિશ લૂકને વધુ આકર્ષક બનાવશે.
પ્રસંગ અનુસાર કપડાની કરો પસંદગી
યુવતીઓ ઓ કોઈ પણ પ્રસંગે આકર્ષક દેખાવા ઈચ્છે છે, જ્યારે છોકરાઓ ‘ક્યા પહુન, ડ્રેસ નહીં હૈ, ચલ કુછ ભી પહેન લેતે હૈ’ જેવી બાબતોને લઈને મૂંઝવણમાં રહે છે.એટલે કે યુવતીઓએ ખાસ કરીને પ્રસંગ પ્રમાણે કપડાની ચોઈસ કરવી જોઈએ પાર્ટીમાં ગાઉન કે વેસ્ટર્ન કપડા, તો લગ્ન કે તહેવારમાં ટ્રેડિશનલ કપડા પહેરવા જોઈએ
મેકઅપ પર આપો ધ્યાન
સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં તમે હેવી મેકઅપ કરતા હોય છો પરંતુ દર વખતે ભારે મેકઅપ ન કરવો જોઈએ, જ્યારે તમે ઓફીસ જાવ અથવા તો પછી ફરવા જાઓ ત્યારે માત્ર લાઈટ લિપ્સ્ટિક કે કોપ્મેક્ટ પાવડર લાગાવવો જોઈએ જે વધારો પડતો મેકઅપ ન લાગે, અને જોતમે પ્રસંગમાં જતા હોય તો આઈશેડો કે ડાર્ક લિપ્સ્ટિક કરી શકો,
હેરનું રાખો ધ્યાન
સમયસર તમારે તમારા વાળને વોશ કરવા જોઈએ, મહિનામાં એક વખત હેરસ્પા કરવાનું રાખો આ સાથે જ જ્યારે કોઈ પ્રસંગમાં જવાનું હોય તેના 4 દિવસ પહેલા વાળને સતત કન્ડિશનર કરવાનું રાખો જેથી વાળ સ્મૂથ બને.
ઓરનામેન્ટ્સ
જ્યારે તમે વેસ્ટ્ર્ન લૂકમાં હોવ ત્યારે જીણા ઈયરિંગ્સ કેરી કરીલો, ગળામાં પતલી ચેઈન કે ફ્રેન્સી ડોકિયું પહેરી શકો છો જ્યારે ટ્રેડિશનલ કપડામાં તમે નેકલેસ કે બાલી ઝુમખા કેરી કરી શકો છો.