ફેશનનું દાયકાઓ પછી અવશ્ય રીતે પુનરાવર્તન થાય છે, ફેશન હંમેશા બદલાતી રહે છે, આજકાલ જ્વેલરીની વાત કરીએ તો વળી ફરીને વિતેલા દાયકાઓની જ્વેલરીનો ટ્રેન્ડ માર્કેટમાં જોવા મળી રહ્યો છે.પહેલાના સમયમાં જે રીતે રાજા રજવાડાઓ મોતીની માળા, મોતીનો હાર જેવી જ્વેલરીઓ પહેરતા હતા તે ટ્રેન્ડ હવે ,સામાન્ય બનતો જોઈ શકાય છે, આજ કાલ લગ્ન પ્રસંગથી લઈને વાર તહેવારોમાં યુવતીઓ આ પ્રકારની જ્વેલરી પસંદ કરી રહી છે, ગોલ્ડથી લઈને નકલી ઓરનામેન્ટ્સમાં પણ હવે મોતી વાળી જ્વેલરીની ફેશને માર્કેટ જમાવ્યું છે.
લગ્નસિઝન હોય કે કોઇપણ સારો પ્રસંગ હોય જ્વેલરી તમારા વ્યક્તિત્વને વધારે સુંદર બનાવે છે. ઘણીવાર એકની એક અને એકસરખા પ્રકારની જ્વેલરી પહેરીને કંટાળો આવતો હોય છે જેથી અલગ લૂક યઆપવા આપણે કઇક નવું ટ્રાય કરતા રહીએ છીએ. આજે વાત કરીશું સિઝનની ટ્રેન્ડીં જ્વેલરી વિશે જેની ફેશન ક્યારેય જૂની થતી નથી અને જો તમારા પાસે આ પ્રકારની જ્વેલરી નથી તો હવે દિવાળી માટે વસાવી લેજો, ટ્રેડિશનલ કપડા પર આ જ્વેલરીથી તનારો લૂક વધુ આકર્ષક બનશે.
મોતી વાળા ઈયરિંગ્સનો ટ્રેન્ડઃ- દિવાળી માં જો તમે પ્લાઝો સૂટ કે અ રાઉન્ડ ગાઉન પહેરવાનું વિચારી રહ્યા હો તો તેની સાથે તમને અનકટ પોલકી અથવા તો મોતીવાળી ચાંદબાલી ખૂબ શોભશે. આ દરેક યુવતીના ચહેરા પર સારી લાગે છે. તમને અલગ લુક આપવાની સાથે ચહેરા પર ચાર ચાંદ લગાવી દેશે.
મોતી વાળઆ બ્રેસલેટઃ જો તમે દિવાળીના તહેવારોમાં ટ્રેડિશનલ કપડા કેરી કરવાના છો તો આ પ્રકારના મોતી વાળા રજવાડી લૂકના નેકલેસ આજકાલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે તેને પહેરી શકો છો તેનાથી તમારા હાથ ભરાવદાર અને આકર્શક લાગશે.
મોતી વાળા નેકલેસ – જો તમે રાઉન્ડ બ્રોડ નેકના ક્લોથવેરની પસંદગી કરો છો ત્યારે આ પ્રકારના મોતી વાળો લોંગ સેટ તમારી સુંદરતાને વધુ નિખારે છે, તેમાં બે પ્રકારના સેટ હોય છે એક લોંગ અને એન નેક ભરાય જાય તેવો ગોળ ભરાવદાર સેટ.
આ પ્રકરની જ્વેલરીનો પણ ઘણો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, આમાં દેવી-દેવતાઓની સુંદર આકૃતિઓ બનેલી હોય છે. તેવા પ્રકારના આભુષણો જેવાકે હાર, કાનબૂટ્ટી, દામણી, કમરબંદ અને કાનફૂલ ખૂબ જ લોકપ્રિય છે. ભારતના દરેક રાજ્યની દુલ્હનો દ્વારા લગ્નપ્રસંગે તેને ખાસ પસંદ કરવામાં આવે છે. આવા ઘરેણાઓ તમે તહેવારોમાં હેવી સાડી અને ચોલી સાથે કેરી કરી શકો છો.
જો તમારા કપડા હેવી વર્ક વાળો હોય ત્યારે તમે આ પ્રકારની જ્વેલરીની પસંદગી કરી શકો છો, જેમાં નેકલેસ, ઈયરિંગ્સ તો ખૂબ જ સુંદર લાગે છે. આ જ્વેલરીમાં ડાયમંડ હોય છે જે ખાસ કરીને ગોલ્ડન અથવા સિલ્વરમાં જોવા મળે છે.તમારી જ્વેલરી સાથે ટ્રેન્ડી લુક મેળવવા આ જ્વેલરીની પસંદગી કરી શકો છો.
ચોકર્સ આજકાલ ખૂબ ટ્રેન્ડીગમાં છે. લહેંગા-ચોળી હોય કે પારંપરીક સાડી પહેરી હોય, દરેકની સાથે ચોકર્સ શોભી ઊઠે છે. સફેદ હીરાજડીત ચોકર્સ અથવા રૂબી કે નીલમ જડીત ચોકર્સ, બે કે ત્રણ સેરવાળું ચોકર્સ તમારા લાઇટવેટ લહેંગા સાથે તમને ખૂબ જ સુંદર લુક પ્રદાન કરે છે.