યુવતીઓએ ઓફિસમાં કે પછી મિટિંગમાં પ્રોફેશનલ સાથે સાથે સ્ટાઈલિશ દેખાવવું હોય તો આ પ્રકારના કપડાની કરવી પસંદગી
દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ ખાસ કરીને જો વર્કિંગ વૂમેનની વાત કરીએ તો તેઓને આકર્ષક લૂકની સાથે પ્રોફનલ પણ દેખાવું જરુરી છે આ માટે કેટલાક કપડા એવા છે કે જે તમે પહેરશો તો આકર્ષક લુકની સાથે પ્રોફેશનલ પણ દેખાઈ શકશો તો ચાલો જાણીએ ઓફિસ કે મિટિંગમાં જતા પહેલા કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ જેથી તમારી પ્રસનાલિટી પર ચાર ચાંદ લાગે તમે સ્ટાઈલિશની સાથએ પ્રોફેશનલ પણ દેખાય શકો
ટિપ્સ-1
જો તમારી ઓફિસ તમને જીન્સ પહેરવાની પરવાનગી આપે છે, તો પછી સફેદ શર્ટ સાથે વાદળી અથવા બ્લેક બ્લેઝર પહેરી શકો છો. હાઈ હીલ પીપ ટો સાથે, તમારો લુક કેઝ્યુઅલ જ નહીં પણ તમે પ્રોફેશનલ પણ દેખાશો તમે આકર્ષક લૂક માટે શર્ટના ખુલ્લા કલરની પસંદગી કરી સકો છો.
ટિપ્સ -2
જો તમે મિટિંગ્સમાં જઈ રહ્યા છો અને શોર્ટ પહેરવાનું વિચારો છો તો બ્લેક શોર્ટ સ્કટની સાથે વ્હાઈટ શર્ટ અને તેના પર બ્લેક બ્લેઝર કેરી કરી શકો છો આ સાથે જ હાથના કાંડામાં બ્રાન્ડેડ વોચ તમારા લૂકરમાં ચાર ચતાંદ લગાવશે, સાથે હબિલ્સ કેરી કરી શકો છો.