હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, દરેક યુવતીઓને શું પહેરવું તે પશ્ન સતાવે છે,કારણ કે ફેશનેબલ લૂક પમ જોઈતો હોય છે અને સાથે ઠંડીથી બચવુંપણ હોય છે.દરેક સ્ત્રી હોય કે યુવતી હોય તે પોતાને આકર્ષક અને સુંદર દેખાવ આપવા માટે અવનવા પરિઘઆન પર પોતાની પસંદગી ઉતારે છે, કપડા એવી વસ્તું છે કે જે તમારી પર્સનાલિટીને પહેલી નજરમાં છતી કરે છે, જેને લઈને દરેક લોકો ઈચ્છે છે કે તે બધા કરતા બેસ્ટ દેખાય અને તેમના કપડા કંઈક અલગ લાગે.
આજના ફેશન વર્લ્ડમાં હવે અવનવા અખતરાઓ થઈ રહ્યા છે, પ્લાઝો પર ટિશર્ટ પણ આજની ફેશન બની છે તો પ્લાઝો પર કુર્તી પણ ફેશનનો એક ભાગ છે, જેમાં આજકાલ સ્કર્ટ પ્લાઝોનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે. કારણ કે આ સ્કર્ટ પ્લાઝો એવું બોટમ વેર છે કે જેને તમે ચોલી સાથે, ટી શર્ટ સાથે કે પછી ટ્રેડિશનલ લૂક આપવા માટે લોંગ કુર્તી સાથે કેરી કરી શકો છો.
પ્લાઝો પેહરવામાં ખબદ આરામ દાયક હોય છે, જે કોટન શિલ્ક અને સિન્થેટિક ફેબ્રિકમાં જોવા મળે છે, જેમાં તમને જો ટ્રેડિશનલ લૂક જોઈતો હોય તો તમે લોંગ કોટનની કુર્તી સાથે કોટનનો સકિરટ પ્લાઝો કેરી કરી શકો છઓ, જે તમારી સિમ્પલ કુર્તીને પણ ડિઝાઈનર લૂર પ્રદાન કરે છે અને તમારો દેખાવ પણ આકર્ષક બનાવે છે.અને ઠંડીથી પણ પગને રક્ષણ આપશે
જો તમને સ્કર્ટનો શોખ હોય તો તમે જીન્સનો લોંગ સ્કર્ટ કેરી સરી શકો છો જે તમને ઠંડીથી રક્ષણ આપવાની સાથે તમારી ફેશનને જાળવી રાખશે
જીન્સ પણ એવું બોટમ વેર છે જે તમને ઠંડીમાં રક્ષણ આપે છે. જીન્સ સાથે તમે લોંગ ટિશર્ટ કે જેકેટ કેરી કરી શકો છો જે ફેશનેબલ પમ હશે અને તમને ઠંડી પણ નહી લાગે
આ સાથે જો તમે વેસ્ટર્ન વેરમાં પ્લાઝો સ્કર્ટ પહેરવા ઈચ્છતા હોવ તો ક્રોપ ટોપ સાથે આ પ્લાઝો કેરી કરી શકો છો,જેમાં જ્યોર્જોટ ફેબ્રિકનો પ્લાઝો વધુ સુંદર લાગશે, જે તમે જ્યોર્જોટ ટોપ કે શોર્ટ કુર્તી પર પહેરી શકો છો,જેનાથી તમારા વેસ્ટર્ન વેર પણ સુંદર અને આકર્ષક બનશે.
આ સાથે જ જો તમે ચોલી પહેરવાના શોખીન છો તો તમે શુલ્કના કપડાનો પ્લાઝો સ્કર્ટ અવનવી ડિઝાઈનર ચોલી સાથે પહેરીને આકર્ષક દેખાઈ શોક છો, ખાસ કરીને મેરેજ ફંકશન કે સામાજીક પ્રસંગમાં તમે આ પ્લાઝો સાથે ચોલી કેરી કરી શકો છો.