Site icon Revoi.in

તમારા હોઠ પર લિપ્સ્ટિક વધુ ટાઈમ નથી ટકતી, તો ચિંતા છોડો અને અપનાવો આ ટ્રિક

Social Share

મહિલાઓ જ્યારે મેકઅપ કરે ત્યારે તેમની મેકઅપને આખોદિવસ દરમિયાન રાખનાવી ખૂબ ચિંતા હોય છે કે પસીનાના કારણે ક્યાક મેકઅપ નીકળી ન જાય. જેમાં પણ ખાસ કરીને ઉનાળાની ગરમીમાં લિપ્સ્ટિકને લોંગ ટાઈમ કેવી રીતે રાખવી તે બાબત દરેક મહિલાને સતાવતી હોય છે, ત્યારે આજે આપણે આ વિષય પર વાત કરીશું, આખો દિવસ દરમિયાન કમારા લિપ્સ પર લિપ્સ્ટિક કઈ રીતે રાખવી તે માટેની કેટલીક ટિપ્સ જોઈએ.

લિપ્સિટકને લોંગ ટાઈમ રાખવા માટે આટલું ચોક્કસ કરો

એક વખત લિપ્સ્ટિક લગાવ્યા બાદ જ્યારે ઘરની બહાર નીકળો અથવા તો પ્રસંગમાં જાવ ત્યારે લિપ્સ્ટિકને સેકેન્ડ ટચ આપો.જેથી લિપ્સ્ટિક લોંગ ટાઈમ સુધી રહેશે.

જ્યારે પણ લિપ્સ્ટિકની ખરીદી કરો ત્યારે સારી કંપનીની લિપ્સ્ટિક ખરીદો ,જેથી તે તમારા લિપ્સ પણ ખરાબ નહી કરે એને સારી કંપનીની લિપ્સ્ટિક લિપ્સ પર લાંબો સમય ટકી રહે છે.

જ્યારે તમે લોંગ ટાઈમ માટે લિપ્સ્ટિક લગાવવા માંગો છો ત્યારે તમે લિક્વિડ લિપ્સ્ટિકની પસંદગી કરો, લિક્વિડ લિપ્સિટુક લાંબો સમય સુધી ટકી રહે છે.

લિપ્સ્ટિક લગાવ્યા બાદ જ્યારે પણ કંઈક ખાવો ત્યારે લિપ્સને હળવા હાથે સાફ કરવાનું રાખો, અને જો એમ લાગે કે લિપ્સ્ટિક ખરાબ થઈ છે તો ફરી એક વખત લગાવી લેવી,

જો તમને મેટ લિપ્સ્ટિક લગાવાનું ગમે છે અને તેને તમારે લોંગ ટાઈમ રાખવી હોય તો મેટ લિપ્સિ્ટિક લગાવ્યા બાદ તેના પર એક શેડો સેમ કલરની લિક્વિડ લિપ્સ્ટિકનો લગાવી લો, જેથી તમાપરી લિપ્સ્ટચિક લોંગ ટાઈમ રહી શકે,

લિપ્સિટિક લગાવતા પહેલા તમારા હોઠને ટિસ્યૂ પેપર વડે બરાબર સાફ કરીલો, અને ત્યાર બાદ લિપ્સ પર જેલ લગાવીને સુકાવો દો અને જેલ સુકાયા બાદ લિપ્સ્ટિક અપ્લાય કરો આ ટ્રિકથી લિપ્સ્ટિક લોંગ ટાઈમ રહેશે.