- માવા જલેબી સવારમાં નાસ્તામાં મળે તો
- સવારમાં જ મન ખુશ થઈ જાય
- જાણો તેને ઘરે કેવી રીતે બનાવવી
એવું કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિને સવારમાં સરસ એવો નાસ્તો મળી જાય તો તેની સવાર સુધરી જાય અને દિવસ ખુશ થઈ જાય છે. મોટાભાગના લોકોને આદત હોય છે કે તેમને સવારમાં સારો નાસ્તો જોઈએ છે ત્યારે આવામાં જો વાત કરવામાં આવે સવારના નાસ્તમાં માવા જલેબીની તો એ તો સૌની પસંદ હોય એવું કહી શકાય.
આવામાં જે લોકોને માવા જલેબી ખાવાનો શોખ હોય તે લોકોએ માવા જલેબી બનાવવાની રીત જાણી લેવી જોઈએ. માવા જલેબી બનાવવા માટે 200 ગ્રામ માવો, 50 ગ્રામ મેંદો, 300 ગ્રામ ખાંડ, 10-12 તાંતણા કેસર, 1 ચમચી ઘીની જરૂર પડે છે.
મેંદો, માવો અને દૂધ જેવી ખૂબ જ સરળ સામગ્રીમાંથી બનેલી આ મીઠી વાનગી એકદમ સ્વાદિષ્ટ છે. માવા અને દૂધના યોગ્ય મિશ્રણને કારણે આ જલેબી (Mawa Jalebi)ની બનાવટમાં નરમાંશ આવે છે.પરંપરાગત રીતે, જલેબીને સર્પાકાર (ગુંચળા) કરવામાં આવે છે અને રિફાઈન્ડ તેલ અથવા ઘીમાં તળવામાં આવે છે. તે વેનીલા આઈસ્ક્રીમ અથવા રબડી સાથે પણ ખાય શકાય છે!