Site icon Revoi.in

માતા પિતાને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવી હોય તો,આ છે સૌથી સરસ સ્થળો

Social Share

દરેક પુત્રની ઈચ્છા હોય છે અને આજના સમયમાં તો દિકરીઓ પણ એટલી બળવાન બની ગઈ છે કે એ પણ પોતાના માતા પિતાને ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવવા ઈચ્છતી હોય છે. ત્યારે જે લોકો હાલમાં પોતાના માતા પિતાને ધાર્મિક સ્થળોની જાત્રા પર મોકલવાનો પ્લાન કરી રહ્યા હોય તેમના માટે આ સ્થળો સૌથી સરસ સાબિત થઈ શકે છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો, વેંકટેશ્વર મંદિર કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો પોતાની મનોકામના પૂરી કરવા આવે છે. અહિ તિરુપતિ બાલાજી મંદિર બિરાજે છે. વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલું છે.

આ ઉપરાંત, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ – ભગવાન શિવના 12 જ્યોતિલિગમાંથી એક મલ્લિકાર્જુન મંદિર ખુબ ફેમસ છે. દેવી પાર્વતીનું આ મંદિર આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે આવેલું છે. શ્રી શૈલમ પર્વત સ્થિત આ મંદિરમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગેલી હોય છે.

તિરુપતિ મંદિરની વાત કરવામાં આવે તો તમે કદાચ આ મંદિરનું નામ સાંભળ્યું નહીં હોય, આંધ્ર પ્રદેશમાં તિરુમાલા પર્વત પર આવેલું તિરુપતિ મંદિર તેની ભવ્યતા, ચમત્કારો અને રહસ્યો માટે જાણીતું છે. આ મંદિર માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. સનાતન ધર્મમાં માનનારાઓ માટે આ મંદિર સૌથી વિશેષ અને પવિત્ર સ્થાનોમાંથી એક છે.

આપણા દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં દરેક ગલીમાં મંદિર બનેલા છે. આમાંથી એક આંધ્ર પ્રદેશ છે, જેને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે, જો તમે ઐતિહાસિક અને સાંસ્કૃતિક કલાને જોવી હોય તો અહીં બનેલા મંદિરોને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ખૂબ જ પ્રાચીન છે. જો તમે કોઈ પ્રાચીન સ્થળની મુલાકાત લેવા માંગો છો અથવા તમારા પરિવાર સાથે કોઈ આધ્યાત્મિક સ્થાન પર જવા માંગો છો, તો આંધ્ર પ્રદેશના મંદિરોની મુલાકાત લો.