બટાકાનું જો આ રીતે સેવન કરવામાં આવે તો તે પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી
- બટાકાના રસનું કરો સેવન
- સ્વાસ્થ્ય માટે લાભદાયક
- અનેક રોગોમાંથી મળશે છૂટકારો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શાકભાજી સ્વાસ્થઅય માટે ગુણકારી છે જો કે બટાકાને પણ જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તે પણ ગુમકારી છે.બટાકાના રસમાં વિટામિન બી અને સી, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થઅય લક્ષી બિમારીઓમાં રાહત આપવાનુ કાર્ય કરે છે.
આ સિવાય બટાકાનો રસ નિયમિત રીતે લેવાથી તમારી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકાય છે.તો આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો વિશે.તે વિટામિન સીથી ભરપૂર છે, જે શરદી અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે.
નિષ્ણાંતોના જણઆવ્યા પ્રમાણે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાલી પેટે એક ગ્લાસ બટાકાનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.તે ડિટોક્સ ડ્રિંક તરીકે પણ કામ કરે છે જે લીવર અને પિત્તાશયને સાફ કરે છે. અભ્યાસ મુજબ, જાપાનમાં બટાકાના રસનો ઉપયોગ હેપેટાઇટિસની સારવાર માટે પણ થાય છે.
આ સહીત બટાકાનું નિયમિત સેવન કેન્સરના કોષોના વિકાસને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેમાં ગ્લાયકોઆલ્કલોઇડ નામનું રાસાયણિક તત્વ હોય છે, જે એન્ટિ-ટ્યુમર ગુણધર્મો ધરાવે છે અને કેન્સરની શક્યતાઓને ઘટાડવામાં મદદ કરે છે.