જો PDF ફાઈલ કોઈ મોકલે છે તો ચેતીને રહેજો, સાઈબર ઠગીના બની રહ્યા છે બનાવ, જાણો કઈ રીતે બચવું
- પીડીએફ ફાઈલ આવે તો ચેતીને રહેજો
- સાઈબર ઠગીનો બની શકો છો શિકાર
આજકાલ સાઈબર ઠગીના બનાવો વધવા લાગ્યા છએ આવી સ્થિતિમાં હવે પીડીએફ ફાઈલ મોકલીને તમને છેતરવામાં આવી રહ્યા છે આવા કિસ્સાઓથી આપણે સાવધાન રહેવું જોઈએકારણ કે હવે ટેલિકોમ કંપનીના નામની PDF ફાઈલ મોકલીને છેતરવામાં આવે છે.જો તમને પણ કોઈ આવી ફાઈલ મળે તો એલર્ટ થઈ જાઓ. કારણ કે આ ફાઇલ કંપનીના બદલે સાયબર ઠગ દ્વારા મોકલવામાં આવી રહી છે.
હવે સાયબર ઠગ લોકોએ લોકોને પોતાનો શિકાર બનાવવા માટે એક નવી યુક્તિનો ઉપયોગ કર્યો છે. આ નવી પદ્ધતિ હેઠળ, ઠગ ટેલિકોમ ઓપરેટરના નામે નકલી પીડીએફ મોકલી રહ્યા છે અને સિમને બ્લોક થવાથી બચાવવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યા છે
જો તમે પણ આવી એપ ડાઉનલોટ કરો છો તો સાયબર ઠગ મોબાઈલ હેક કરી એકાઉન્ટ ખાલી કરી દે છે. યુપી સાયબર ક્રાઈમ સેલે એક એડવાઈઝરી જારી કરીને લોકોને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે.
સાયબર ગુનેગારો હવે પીડીએફ મોકલીને લોકોને છેતરી રહ્યા છે. સાયબર ઠગ્સ ટેલિકોમ કંપનીઓના નામે વોટ્સએપ પર પીડીએફ મોકલી રહ્યા છે. તે ટેલિકોમ કંપનીનું નામ, ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટીનું નામ અને લોગો ધરાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમારું KYC અપડેટ નથી થયું. આગામી એકથી બે દિવસમાં તમારું સિમ બ્લોક થઈ જશે.આ એપ ડાઉનલોડ કરતાની સાથે જ મોબાઈલ સ્ક્રીન પર એક નંબર દેખાય છે. સાયબર ઠગ આ નંબર માંગે છે, આ નંબર જણાવે છે કે તમારા મોબાઈલની એક્સેસ ઠગ સુધી પહોંચે છે. તે પછી ઠગ તમારું બેંક એકાઉન્ટ, તમારો ફોટો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ડાઉનલોડ કરે છે. આ પછી, તે મિનિટોમાં તમારું એકાઉન્ટ ખાલી કરી દે છે.અને તમે તેનો શિકાર થઈ જાઓ છો,