જો ઈસ્ત્રીમાં કંઈક ચોંટી ગયું હોય અને કપડા બરાબર પ્રેસ નથી થઈ રહ્યા તો,ઈસ્ત્રીને સાફ કરવાની આ ટ્રિક જાણીલો
- ઈસ્ત્રીને સાફ કરવા માટે મીણ લગાવી શકો
- મીઠૂ અને ચૂનો મિક્સ કરીને લગાવાથઈ ઈસ્ત્રીમાં કાટ દૂર થાય
સામાન્ય રીતે આપણે સૌ કોઈ ઈસ્ત્રી કરેલા કપડા પહેરતા હોઈએ છીએ જો કે ઘણ ીવખત ઈસ્ત્રીમાં ડાધ પડી ગયા હોય અથવા તો કંઈક ચોંટી ગયુ હોય ત્યારે તે કપડાને પ્રસ કરતા વખતે કપડામાં ડાઘ પાડે છે અને કપડા બગડે છે આવી સ્થિતિમાં તમારે તમારી ઈસ્ત્રીને સમયાંતરે સાફ કરવી જોઈએ, તો જાણીલે તોને સાફ કરવાની કેટલીક ટ્રિક જેનાથી તમારા કપડા સરસમજાના થશે પ્રેસ.
બટાકુ
ઈસ્ત્રીને ગરમ કરો ત્યાર બાડ તેની સ્વિચ બંધ કરીદો અને તેના પર બટાકું ઘસો આમ 2 મિનિટ સુધી કરો આમ કરવાથી ઈસ્ત્રી પરની ચીકાશ દૂર થશે ત્યાર બાદ તેને ગરમ પાણીમાં કટકો પલાળઈને બરાબર સાફ કરીદો
મીણ
ઈસ્ત્રી સાફ કરવા માટે મીણ ખૂબ કારગાર ઈલાજ છે આ માટે ગરમ ઈસ્ત્રી પર ખૂબ પ્રમાણમાં મીણ લગાવીને ઘસો આમ 2 થી 4 મિનિટ સુધી કરો આમ કરવાથી ઈસ્ત્રી પર જો કંઈક ચોંટ્યૂ હશે તો તરત નીકળી જશે અને ઈસ્ત્રી નવા જેવી થી જશે.
મીઠુ અને ચૂનો
પ્રેસ પરનો કાટ દૂર કરવા માટે ચૂનો અને મીઠું વાપરી શકાય છે. આ માટે એક વાસણમાં સમાન માત્રામાં મીઠું અને ચૂનો લો અને પાણી સાથે પેસ્ટ બનાવો. આ પેસ્ટને કાટવાળા લોખંડ પર લગાવો અને થોડીવાર રાખ્યા બાદ તેને કપડાથી સાફ કરી લો ઈસ્ત્રી નવા જેવી થઈ જશે અને કાટ પણ દૂર થશે
બેકિંગ સોડા
આ માટે એક ચમચી પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને રબરના ચમચી વડે પ્રેસ પર લગાવો અને 2 થી 3 મિનિટ સુધી રાખ્યા બાદ ભીના કપડાથી સાફ કરી લો. હવે પ્રેસની સ્ટીમથી પાણી ભર્યા બાદ પ્રેસને કપડા પર ચલાવો જેથી બેકિંગ સોડાની પેસ્ટ પ્રેસમાં ન રહી જાય.