હવે તો કોરોનાથી દેશને તથા દુનિયાને રાહત થઈ છે પરંતુ તેને લઈને બેદરકારી રાખવી તે હજુ પણ ભારે પડી શકે છે. ચીનમાં આજે પણ કેટલાક લોકો લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે અને તેનું કારણ એ છે કે કોરોનાવાયરસ કેસ, હજુ પણ કોરોનાવાયરસના નવા પ્રકાર જોવા મળી રહ્યા છે ત્યારે જો તમારા મોઢામાં પણ આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય તો તેને નજરઅંદાજ ન કરતા, કારણ કે તે કોરોનાનું લક્ષણ હોઈ શકે છે.
સ્પેનના સંશોધકોએ એક સંશોધન પ્રકાશિત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડથી સંક્રમિત થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા ચોથા ભાગના દર્દીઓના મોઢામાં ફોલ્લા જોવા મળ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ ફોલ્લા જીભની આસપાસ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મોંની અંદર છાલા પડવા એ કોવિડનું લક્ષણ છે, જો કે દરેક કિસ્સામાં તે કોવિડનું લક્ષણ નથી.
ફોલ્લા અન્ય ઘણી સમસ્યાઓના કારણે પણ થઈ શકે છે. તેમાં પેટ ખરાબ થવું, ઓરલ ઈન્ફેક્શન પણ એક મોટું કારણ છે. જો કે, જો ફોલ્લા જીભની આસપાસ હોય અને તેની સાથે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તે કોવિડનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. WHO કહે છે કે, આગામી દિવસોમાં કોરોનાની નવી લહેર આવી શકે છે.