Site icon Revoi.in

રસોડામાં આટલી વસ્તુ છટકી જાય, ઢળી જાય , કે હાથમાંથી પડી જાય તો વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ સંકેત

Social Share

કિચનમાં કામ કરતી વખતે ઘણી વખત કોઈને કોઈ વસ્તુ ઢોળાઇ જાય છે, અથવા હાથમાંથી છટકી જાય છે અથવા તો પડી જાય છે. આવું થવું ખૂબ જ સામાન્ય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં અમુક ખાસ વસ્તુઓ પડવાને અશુભ માનવામાં આવે છે. કારણ કે તે નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યનો સંકેત હોઈ શકે છે. જાણો કઈ વસ્તુઓનું ઢળવું, છટકવું, પડવું અશુભ ગણાય છે.

કિચનમાં સરસવના તેલનું ઢળવું ખૂબ જ સામાન્ય ઘટના છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સરસવના તેલનું ઢળવુ અશુભ પરિણામનો સંકેત માનવામાં આવે છે. સરસવનું તેલ શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.હિંદૂ ધર્મમાં સરસવના તેલને શનિદેવ સાથે જોડવામાં આવે છે. માટે તમારાથી વારંવાર સરસવનું તેલ ઢળે છે. તો આ શુભ સંકેત નથી માનવામાં આવતો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેના કારણે વ્યક્તિને શનિ સાથે સંબંધિત ઘણી મુશ્કેલીઓ ઘેરી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દૂધ ઉભરાઈ જવાની ઘટના જો વારંવાર થાય તો ઘરમાં સમસ્યાઓના આવવાનો સંકેત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધને ચંદ્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે. માટે જો તમારા કિચનમાં વારંવાર દૂધ ઉભરાઈ જાય છે તો આ તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહના કમજોર હોવાનો સંકેત આપે છે.

જ્યોતિષશાસ્ત્રમાં મીઠાનો સંબંધ કુંડળીમાં શુક્ર અને ચંદ્ર સાથે છે. જો હાથમાંથી મીઠું છટકી જતું હોય તો તે કુંડળીમાં શુક્ર અને ચંદ્રની નબળાઈનો સંકેત છે. હાથમાંથી મીઠું છટકી જતું હોય તો પરિવારનો કોઈ સભ્ય બીમાર પડવાની શક્યતા વધી જાય છે. જેના કારણે ધનની હાનિ થાય છે