જો અચાનક એકપછી એક છીંક શરુ થઈ જાય અને કઈંજ સૂજે નહી ત્યારે જાણીલો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ
શરદી હવે ગમે ત્યારે આપણ ાશરીરમાં દસ્તક આપી દે છે,કોઈને ઘૂળ કે માટીની એલર્જી હોય છએ તો કોઈને હવા કે પવનની એલર્જી હોય છે તો વળી કોઈને અનેક પ્રકારની સ્મેલવ આવવાથી એલર્જી થાય છે અને અચાનક છીંક પર છીંક શરુ થઈ જાય છએ આવી સ્થિતિમાં માથું ભમવા લાગે છે કંઈજ સુજબૂઝ રહેતી નથી ત્યારે હવે કેટલીક ટિપ્સ તમને જણાવીશું જે તમારી છીંકમાં તમને કામ લાગષશે અને રાહત આપશે.
ગરમ પાણી
કેટલાક લોકોને અલર્જીની છીંક ચાલુ થી જાય છે આવી સ્થિતિમાં એક ગ્લાસ પાણીને ગરમ કરીને તેનું સેવન કરીલો, આ સાથે જ તમે ઈચ્છો તો પાણીમાં અજમો નાખીને પણ પી શકો છો તેનાથઈ આરામ મળે છે.
વિક્સબામની મદદ
જ્યારે પણ તમને છીંક આવવાની શરુ થાય એટલે વિક્સ બામને નાકની ફરતે લગાવીલો અને ઓઠવાનું ઓઢીને સુઈ જાઓ.જેથી કરીને શરીરને દરમાટો મળશે અને છીંકમાં આરામ મળશે
વિક્સ નાખીને બાફ લો
જો વધુ છીંક આવતી હોય નાકમાંથી પાણી ગરતું હોય આવી સ્થિતિમાં એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં વિક્સ બામ નાથીને બાફ લી શકો છો જો તમે ઈચ્છો તો નિલગરીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
રિલેક્સ રહેવું
જ્યારે પણ તમને છીંક આવે ત્યારે હાફળાફફળા ન બનતા શઆંત રહેવું જો છીંક આવતી હોયને તમે સુતા હોવ તો ઊભા થીને બેસી જાઓ જેથી કરીને ચેસ્ટમાં ખેંચાણ નહી અનુભવાય