Site icon Revoi.in

એસટીના કર્મચારીઓના 18 જેટલા પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો 23મી સપ્ટેમ્બરથી આંદોલન કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના વિવિધ  18 પડતર પ્રશ્નો ન ઉકેલાય તો હવે આગામી તા. 23  સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી એસટી બસ હડતાલનું એલાન કર્મચારી મહામંડળ, ભારતીય મઝદુર સઘં (બીએમએસ) સહિતના નિગમના ત્રણેય માન્ય યુનિયનો  દ્વારા  આપવામાં આવ્યું છે. આંદોલનાત્મક કાર્યક્રમો તા. 16 સપ્ટેમ્બરથી શ કરાશે જેમાં વિવિધ કાર્યક્રમોના અંતે તા. 23મી સપ્ટેમ્બરે ડ્રાઇવર–કંડકટર સહિતના  તમામ કર્મચારીઓ દ્વારા માસ સીએલનું એલાન કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ જો પ્રશ્નોનો નિકાલ કરવાં અંગે કાર્યવાહી ન કરાય તો અચોક્કસ મુદત સુધી તમામ કર્મચારીઓ સ્વયંભૂ માસ સીએલ પર જશે.

એસટી કર્મચારી મહામંડળના સૂત્રોના જણાવ્યા મુજબ એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારને અનેકવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા આંદોલન કરાશે,આંદોલન અંતર્ગત (૧) તા.16-9-2021  તા. 18-09-2021  સુધી કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી પોતાની ફરજો બજાવશે (૨) તા. 20-09-2021ના રોજ રાજયના તમામ જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. (૩) તા. 21-09-2021 અને તા. 22-09- 2021ના રોજ નિગમના તમામ કર્મચારીઓ રીશેષ સમય દરમિયાન સ્વયંભૂ રીતે જોડાઈને સુત્રોચ્ચાર કરશે (૪) તા. 23-09-2021ના રોજ નિગમના તમામ કર્મચારીઓ સ્વયંભૂ માસ સી.એલ. ઉપર જશે (૫) કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ ન આવવાની પરિસ્થિતિએ કર્મચારીઓ અચોકકસ મુદત સુધી સ્વયંભૂ સી.એલ. ઉપર રહેશે.

એસટી કર્મચારી યુનિયનોના સૂત્રોના જણાવ્યા મુજબ વિવિધ 18 પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આંદોલનનું એલાન કરાયું છે તે પ્રશ્નોમાં (૧) નિગમ ધ્વારા સરકારમાં કરેલ તમામ દરખાસ્તો અંગેનો હકારાત્મક નિર્ણય લઈ તા. 15–સપ્ટેમ્બર સુધીમાં અમલવારી કરવી (૨) સેટલમેન્ટ કરાર મુજબ જુલાઈ–2019  થી પાંચ ટકા વધેલા મોંઘવારી ભથ્થાની અસર તેમજ ચડત એરિયર્સની રકમ સપ્ટેમ્બર પેઈડ–ઈન–ઓકટોબર માસના પગારમાં આપવી (૩) સેટલમેન્ટ કરાર મુજબ વર્ગ–4 ના કર્મચારીઓને વર્ષ 2018-2019,  વર્ષ– 2019-2020  (4) એકસપ્રેસીયા બોનસ 15 સપ્ટેમ્બર 2021  સુધીમાં ચુકવી આપવું, સેટલમેન્ટ કરાર મુજબ 7માં પગારપંચની અમલવારીથી ચુકવવાપાત્ર થતો ઓવરટાઈમ પાછલી અસર સાથે તાત્કાલીક ચુકવી આપવો (૫) તા. 6-3-2019 ના લેખિત સમાધાન કરાર મુજબ 7માં પગારપચં મુજબના એરિયર્સના છેલ્લા હપતાનું ચુકવણું કરવામાં આવ્યુ નથી તે પ્રવૃત્ત તેમજ નિવૃત્ત કર્મચારીઓને  15–સપ્ટેમ્બર 2021  સુધીમાં ચુકવી આપવું (૬) સેટલમેન્ટ કરાર મુજબ ચડત હકક રજાનું રોકડમાં ચુકવણું નિવૃત્ત અને પ્રવૃત્ત કર્મચારીઓને 15–સપ્ટેમ્બર 2021  સુધીમાં ચુકવી આપવું (૭) નિગમમાં કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતા દુર કરી તાત્કાલીક 7માં પગારપંચમાં સંકલન, સમિતિ ધ્વારા માંગેલ પે–સ્કેલનો અમલ કરી ચુકવણું કરવું (૮) નિગમના કર્મચારીઓને કોરોના વોરીયર્સ જાહેર કરી મળવાપાત્ર લાભાલાભ સત્વરે ચુકવવા (૯) તા. 5-7-2011  પહેલા અવસાન પામેલા કર્મચારીના જે આશ્રિત ધ્વારા નોકરીની માંગણી કરી છે તેમની માંગણી મુજબ જર પડે તો કક્ષા બદલી કરી નોકરી આપવાનો નિર્ણય 15–સપ્ટેમ્બર–2021  સુધીમાં કરવો તેમજ તા. 5-7-2011  પછીના જે આશ્રિતને આર્થિક પેકેજ લેવું હોય તેવા આશ્રિતોને સરકારના ઠરાવ તારીખથી  આઠ  લાખ આર્થિક પેકેજનો લાભ ત્વરિત ચુકવી આપવો (૧૦) ડ્રાઇવર  કંડકટર  મીકેનિક કક્ષાના કર્મચારીઓને ભરતી કે બઢતીમાં સીસીસી પ્રમાણપત્રની જરિયાતની જોગવાઈ તાત્કાલીક રદ કરવી (૧૧) બદલી અંગેનો પરિપત્રનં. 2077  રદ કરવો અથવા તેના ધોરણો હળવા કરવા અંગેનો નિર્ણય તા.15 –સપ્ટેમ્બર 2021  સુધીમાં લેવા માગણી કરવામાં આવી છે.