બાળક દૂધમાં કેસર મિક્સ કરીને પીવે,તો આ પ્રકારે થાય છે ફાયદા
બાળકોનું સ્વાસ્થ્ય દરેક માતા પિતા માટે સૌથી વધારે જરૂરી હોય છે. કારણ કે જો તે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે તો તેનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થશે પણ જો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો તેને આગળ જતા અનેક તકલીફ પડી શકે છે. આવામાં જો વાત કરવામાં આવે કેસરવાળા દૂઘની તો જો બાળકોને જો કેસરવાળુ દૂધ પીવા માટે આપવામાં આવે તો તેમનામાં આ પ્રકારે બદલાવ જોવા મળે છે.
કેસરએ ક્રોકસના ફૂલમાંથી મેળવવામાં આવતો મૂલ્યવાન મસાલો છે. તેનો લાલ રંગ અને સ્વાદ કેસરની લોકપ્રિયતાનું કારણ છે. તમને જણાવી દઈએ કે, કેસરનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં થાય છે. તેમાં ક્રોસિન અને સેફ્રાનલ સહિતના શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો છે, આ એન્ટીઑકિસડન્ટો શરીરને ઓક્સિડેટીવ તણાવથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આયુર્વેદ અનુસાર કેસર બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી બાળકોને સારી ઊંઘ આવે છે. ડિજિટલ વર્લ્ડમાં મોબાઈલના વધુ સંપર્કમાં રહેવાને કારણે બાળકોની ઊંઘ પર પણ અસર થઈ રહી છે, જેના કારણે વાલીઓ ખૂબ જ પરેશાન છે. બાળકોને શાંત ઊંઘ માટે કેસરનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે.
આયુર્વેદમાં, ખાસ કરીને બાળકો માટે કેસર દૂધના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. વિજ્ઞાને બાળકોના દૃષ્ટિકોણથી કેસર દૂધના ઘણા ફાયદા પણ જણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે અને તેના પર કોઈ દાવો કરવામાં આવતો નથી.