Site icon Revoi.in

જો તમારી જીભનો રંગ બદલાઈ રહ્યો છે તો તે અનેક બીમારીઓના છે સંકેત

Social Share

સામાન્ય રીતે ઘણા લોકોને સવારે બ્રશ કરીને જીભ સાફ કરવાની આદત હોય છે જ્યારે કેટલાક લોકો આમ કરતા નથી,જો કે જીભ પણ સાફ કરવી જોઈએ કારણે કે જીભ પર જામતો સફેદ રંગનો પ્રદાર્થ તમારા ભોજનનો સ્વાદ બગાડે છે સાથે ,મોઢામાંથી દૂર્ગંઘ પણ આવે છે અને લાંબા ગાળે અનેક બીમારીઓ થાય છે,ઘણી વખત આપણી જીભનો રંગ બદલાતો હોય છે જે અનેક બીમારીના સંકત છે તો ચાલો જાણીએ શા માટે આમ થતું હોય છે.

જીભનો રંગ પીળો થવો

ખાસ કરીને જે લોકો સિગારેટ કે તમાકુનું સેવન કરે છે તેમની જીભ પીળી હોય છે. આ સાથે જ ઘણા કિસ્સામાં કમળાના કારણે પણ પીળી જીભના લક્ષણો જોવા મળે છે.જેથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ

જીભનો રંગ રાખોડી થવો

જે લોકોને પેટની સમસ્યાઓ હોય છે એટલે કે જમવાનું પચતું નથી હોતું  આ સ્થિતિમાં ગ્રે જીભ જોવા મળે છે.ત્યારે તમે ફેમિલી ડોક્ટરની મુલાકાત કરીને યોગ્ય સલાહ લઈ શકો છો.જો કે આ કોી મોટી બીમારીનો સંકેત નથી 

સફેદ જીભ થવાની ફંગલ થાય છે.

જ્યારે જીભ પર સફેદ ડાઘ જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને ફંગલ ઇન્ફેક્શન છે. એન્ટી ફંગલ દવાઓનું સેવન કરવાથી આ પ્રકારની સમસ્યાથી રાહત મળે છે. સાથે જ જો લ્યુકોપ્લાકિયા કે ઓરલ લિકેન પ્લાનસની સમસ્યા હોય તો તે વ્યક્તિની જીભનો રંગ સફેદ હોઈ શકે છે.જેથી ખાસ ચેતી જવું જોઈએ આ સાથે જ જો જીભ સાફ કરશો તો આ સમસ્યા નહી સર્જાય

તમાકું ખાતા લોકોની  જીભ બ્રાઉન થાય છે

જો તમે તમાકુનું સેવન કરી રહ્યા છો તો તમારી જીભ બ્રાઉન થાય તેવી  સમસ્યા તો જ થાય છે  તમાકુ વધુ પડતું ખાવાને કારણે બ્રાઉન જીભની સમસ્યા પણ થઇ શકે છે. સાથે જ તે ઓરલ કેન્સરનાં શરૂઆતનાં લક્ષણો પૈકી એક છે.જ્યારે જો તમાકુ ન ખાવા છત્તા જીભ આવી થાય છે તો નજર અંદાજ ન કરવું જોઈએ તરત ડોક્ટર પાસે જઈને સલાહ લેવી જોઈએ

જીભ સાફ કરવી નહીતો થી જાય છે બ્લેક

જો લાંબાં ગાળા સુધી જીભને સાફ ન કરવામાં આવે તો જીભની સમસ્યા થઈ શકે છે. સાથે જ જીભ પર કાળો પ્રદાર્થ પણ જામી જાય છે ડાયાબિટીસની બીમારીના કારણે પણ કાળી જીભની સમસ્યા થઇ શકે છે. ઘણી વખત જીભની સપાટી વાળ જેવી દેખાવા લાગે છે.તેથી આવી સમસ્યામાં ડોક્ટર પાસે જવું જોઈએ