ઉધરસ સતત ચાલુ રહે છે તો ચેતી જજો,હોઈ શકે છે કેન્સરના લક્ષણ
કેન્સર નામની બીમારી એવી છે કે ભાગ્ય જ કોઈને ખબર પડતી હોય છે કે તેમને આ સમસ્યા થઈ છે, આ એવી બીમારી છે કે જેમને પણ આ બીમારી થાય છે તે લોકો ને ત્યારે ખબર પડે છે જ્યારે વધારે મોડુ થઈ ગયું હોય છે. આવામાં દરેક વ્યક્તિએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે કેન્સરના પણ કેટલાક શરૂઆતના લક્ષણ હોય છે.
જો વાત કરવામાં આવે ફેફસાના કેન્સરની તો તેના શરૂઆતના લક્ષણ આ મુજબ હોઈ શકે છે કે ફેફસાના કેન્સરનું સૌથી મોટું લક્ષણ સતત ઉધરસ છે, પરંતુ લોકો તેના પર ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં, જો કોઈને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી હોય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી અને સારવાર શરૂ કરવી મહત્વપૂર્ણ છે. આનાથી કેન્સરના જોખમથી બચી શકાય છે.
આ બાબતે જાણકારો કહે છે કે ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ ધુમ્રપાનની આદત છે. જો કે હવે વાયુ પ્રદુષણને કારણે આ કેન્સર પણ વધી રહ્યું છે અને તેના કેસ પણ આવી રહ્યા છે. ખરાબ હવાની ગુણવત્તા, ઔદ્યોગિક પ્રદૂષણ, ખાવાની ખોટી આદતો, હુક્કા, બીડી વગેરેના સેવનને કારણે પણ આ કેન્સર થઈ રહ્યું છે.
ફેફસાના કેન્સરના લક્ષણો આ મુજબ હોઈ શકે છે કે જેમાં છાતીમાં દુખાવો થવો, ઝડપી વજન ઓછું થવું, બે અઠવાડિયાથી વધુ સમય માટે ઉધરસ, ઉધરસમાં લોહી આવવું, અને શ્વાસની તકલીફ છે.