પરીક્ષા પૂરી થયા પછી, બાળકો પાસે ખુબ સમય હોય છે. આજે તમને જણાવશુ કે આ સમયમાં તેઓ મજેદાર કામ કરી શકે છે.
આર્ટ અને ક્રાફ્ટ: બાળકોને આર્ટ અને ક્રાફ્ટની પ્રવૃત્તિઓમાં સામેલ કરો. તેમની સર્જનાત્મકતાને વધારો કરવા સાથે સાથે મોટર સ્કિલમાં સુધારો કરે છે.
રમતગમત: સાયકલિંગ, ફૂટબોલ, બેડમિન્ટન વગેરે જેવી આઉટડોર પ્રવૃત્તિઓમાં બાળકોની રુચિ વધારવી. તેમને ફિઝિકલી ફિટ રાખવાની સાથે-સાથે સામાજિક કૌશલ્ય પણ શીખવાડે છે.
મ્યુઝિક અને ડાન્સ: મ્યુઝિક અને ડાન્સના ક્લાસ કરાવો. તેનાથી તેમની અંદરની કળાને નિખારશે સાથે સાથે માનસિક તણાવને પણ ઓછો કરે છે.
ભણતર સિવાયના પુસ્તકો વાંચવા: તેમને અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચવા પ્રેરિત કરો, જેમ કે વાર્તા, વિજ્ઞાન સબંધિત, ઈતિહાસના પુસ્તકો. આ તેમના જ્ઞાનમાં વધારો કરશે અને ભાષા શીખવાની તેમની ક્ષમતામાં સુધારો કરશે.
કુકિંગ અને બેકિંગ: રસોઈમાં તેમની સાથે સમય વિતાવો અને સરળ રેસિપી બનાવતા શિખવાડો. આ તેમની સમજણમાં અને સ્વતંત્રતાની ભાવનામાં વધારો કરશે.