આંખોમાં બળતરા થાય છે, તો જાણીલો આ કેટલીક વસ્તુઓમાંથી બરફ જમાવીને આંખો પર માલીશ કરવાની રીત
- આંખો માટે મિન્ટ ક્યૂબ રાહતનું કામ કરે છે
- રોઝ વોટરની ક્યૂબ જમાવીને આંખો પર માલિશ કરો
આંખો આપણા શરીરનું મહત્વનું અંગ છે,આંખો વગર દુનિયા જોઈ શકાતી નથી, આંખોનું સારુ હોવું એટલે દુનિયાને સારી રીતે જોવું આંખો વગર કઈંજ જોઈ શકાતું નથી ,આજના પ્રદુપષણ યૂક્ત વાતાવરણને કારણે આંખોમાં બળતરા જેવી ફરીયાદ રહે છે આવી સ્થિતિમાં તમે ફૂદીના, કાકડી ગુલાબના પાન વગેરેની આઈસ ક્યૂબથી માલિશ કરી શકો છો.
કાકડીના નાના નાના ટૂકડાઓ કરીલો હવે તેમાં ઘણા બધા ફૂદીનાના સાફ કરેલા પત્તા એડ કરીદો, હવે આ બન્ને એક સાફ મિક્સર જારમાં બરાબર ક્રશ કરીલો,વે આ મિશ્રણમાં 1 કપ ગુલાબજળ અને 1 કપ એલોવેરા જેલ એડ કરીને ફરીથી બરાબર મિક્સ કરીલો, ત્યાર બાદ આ દરેક બરાબર મિક્સ થાય તે રીતે ફરી ક્રશ કરીલો અને બરફ જમાવી દો.
આ જ રીતે તમે ફૂદીનાનો રસ અને કાકડીના રસની આઈસ ક્યૂબ જમાવીને આંખો પર માલિશ કરી શકો છો જે તમરાની આંખોને રાહત આપે છે.
આ સાથે જ એલોવેરા જેલમાં મધ એડ કરીને તેની આઈસ ક્યૂબ જમાવી શકો છો આ ક્યૂબની મદદથી તમે તમારી આંખોને આરામ આપી શકો છો, આંખોમાં તમને ઠંડક મળશે.
આ બન્ને આઈસ ક્યૂબની મદદથી તમે ચહેરા પર ત્વચા ગ્લો કરશે અને ફૂલ્લીઓ, ખીલ સહીત થતા અટકશેઆ સાથે જ તમે આ આઈસ ક્યૂબથી આંખો પર હળવા હાથે મસાજ કરો જેનાથી આંખોને ઠંડક મળશે.