- આંખોની રોશનીને બનાવો સારી
- અજમાવો આ ઘરેલું ઉપાયો
- આંખોની એક્સસાઈઝ કરવી જરૂરી
શરીરની સાથે આંખની સાર સંભાળ પણ મહત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો આંખોની રોશનીની સમસ્યા સાથે સંઘર્ષ કરતા જોવા મળે છે. આ દરમિયાન આ સમસ્યાને મોટાભાગે અવગણવામાં આવે છે. પરંતુ આ ભવિષ્યમાં મોટી મુશ્કેલીનું કારણ બને છે. એવામાં કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા આંખની રોશની તંદુરસ્ત રાખી શકાય છે. ચાલો આપણે જાણીએ આ ઘરેલું ઉપાય શું છે.
- પલાળેલા બદામનું કરો સેવન
પલાળેલા બદામનું સેવન આંખોની રોશની માટે સારું છે. આ માટે તમે દરરોજ રાત્રે 7 થી 8 બદામ પલાળી રાખી શકો છો.અને બીજે દિવસે સવારે બદામની પેસ્ટ બનાવો. આ પેસ્ટનું સેવન પાણીમાં મિલાવીને કરી શકાય છે. તેનાથી આંખોની સમસ્યામાં રાહત મળે છે. બદામથી મગજ તેજ બને છે.
- કિસમિસ અને અંજીરનું કરો સેવન
નબળી આંખો માટે તમે પલાળેલા કિસમિસ અને અંજીરનું સેવન કરી શકો છો. આ માટે રાત્રે 2 અંજીર અને 10 થી 15 કિસમિસને પાણીમાં પલાળી રાખો. તમે બીજા દિવસે સવારે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો.
- આંખોની એક્સસાઈઝ કરો
આંખોને સ્વસ્થ રાખવા માટે આંખોની એક્સસાઈઝ કરવી જરૂરી છે. તેનાથી સ્ટ્રેસમાં પણ રાહત મળે છે. આ માટે તમારા બંને હાથને એક સાથે ઘસો અને આંખો પર રાખો. થોડા સમય પછી હાથને ત્યાંથી હટાવો અને ધીમે ધીમે આંખો ખોલો.
- બદામ,વરિયાળી અને સાકરનું મિશ્રણ
આંખોની રોશની માટે આ ઘરેલું ઉપાય ખૂબ ફાયદાકારક છે. આ માટે તમારે બદામ,વરિયાળીનાં દાણા અને સાકરની જરૂર પડશે. આ પછી તેને પીસી નાખો. રાત્રે સૂતા પહેલા એક ચમચી પાવડર દૂધ સાથે પીવો. એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી આંખોની રોશની સારી થવામાં રાહત મળશે.
- દેશી ઘી
દેશી ઘી આયુર્વેદમાં ખૂબ મહત્વનું છે. તે સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ઘીમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. તે આંખોની રોશની સુધાર કરે છે. તમે આંખો પર લગાવીને દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે આંખો પર ઘી લગાવવું પડશે અને થોડીવાર માટે મસાજ કરવો પડશે.