- તળેલા તેલથી કાટ પણ દૂર થાય છે
- ઘરના દિવા બનાવવામાં કરો ઉપયોગ
- ઘરના ખુણામાં સજાવો રંગીન દિવા
ડોક્ટર્સનું કહેવું હોય છે કે એક વખત જે તેલમાં ખાદ્ય પ્રદાર્થ તળી લીધા હોય તેને ફરીથી ઉપયોગમાં ન લેવું જોઈએ, તેલમાં વસ્તુ તળાઈ ચૂકી હોય તે જ તેલને ફરીથી વાપરવામાં આવે તો શરીરને ઘણું નુકશાન થાય છે, જો તમે આ તેલ ભોજનમાં ઉપયોગ કરવા માંગતા ન હોવ તો તમે આ તેલથી ઘરની સુંદરતા પણ વધારી શકો છો.
તળેલું તેલ જો તમારે બીજી વખત ખાવામાં ઉપયોગમાં નથી લેવું તો આ તેલને માટીના કોળીયામાં ભરી દો, અને રાત્રીના સમયે જ્યારે તમે ભોજન કરવા બેસો છો ત્યારે ઘરની તમામ લાઈટ બંધ કરીદો અને ચારે બાજૂ આ દિવાની રોશનીમાં જમવા બેસો, કેન્ડલ લાઈટ ડિનરની મજા માણી શકશો અને તેમારું તેલ પણ વેસ્ટ નહી જાય.
આ સાથે જ જ્યારે સાંજ થવા આવે અને સુર્ય આથમતો હોય અંઘારુ થવા આવ્યું હોય ત્યારે કોળીયામાં તેલ પુરીને આખા ઘરમાં કોળીયાથી અજવાળું કરી શકો છો જેનાથી તમારી ઘરની શોભામાં પણ વધારો થશે અને તેલનો ઉપયોગ પણ થઈ જશે.
આ સાથે જ આ તળેલા તેલને ફરી એક વાર બરકાબર ગરમ કરો, તેમાં કપૂર, લવિંગ, એજમો નાખીને બાળીલો ત્યાર બાદ આ તેલને ગાળઈને જ્યા કીડી મનકોડા આવતા હોય તેવી જગ્યાઓ ઘાર પાડી શકો છો.
જો તમારા ઘરમાં જીવડાઓ જંતુઓ આવતા હોય તો એક પેપર પર બન્ને બાજૂ આ તેલ ગલાવીને તે પેપર ટ્યૂબલાઈટ પાલે લટકાવી દેવું જેથી જંતપઓ તેના પર ચોટી જશે અને નાશ પામશે
જો તમારા ઘરમાં મચ્છરની સમસ્યા હોય તો જ્યારે તમે આ કોળીયા પ્રગટાવો છો ત્યારે તેમાં કપુરનો ભુખો નાખઈ દેવો જેથી તેના ઘુમાડાથી મચ્છર પણ દૂર થાય છે.
જો તમારા ઘરના લોંખડના દરવાજાઓ કટાઈ ગયા હોય અથવા સરખા બંધન થાય ત્યારે આ તળેલા તેલ વડે તેને પોતુ કરીલો જેથી કાંટ દૂર થશે અને દરવાજા સરખા બંધ થશે,
તમારા ઘરને વધુ આકર્ષક બનાવવા માંગતા હોવ તો કાંચની રંગબેરંગી નાની મોટી બોટલમાં આ તેલને અડઘું અડઘું ભરીને દિવો બનાવો. ત્યાર બાદ તેને ઘરની અગાસીમાં અથવા તો ટેસેર પર પ્રગટાવીને સુંદરતામાં વધારો કરો, જેનાથી તમારા ઘરની શોભા બેગણી વધશે.
રાત્રીના ડિનરના ટાઈમ પર તમે રંગીન બોટલમાં દોરીની વાટ બનાવીને તેમાં તેલના ઉપયોગથી દિવો બનાવી કેન્ડલ તરીકે પણ તેનો પયોગ કરી શકો છો.
જો પંખામાં ખૂબ અવાજ આવતો હોય તો તમે આ તેલનો ઉપયોગ ગ્રિસ તરીકે કરી શકો છો,જેનાથી પંખો અવાજ કરતો બંધ થશે અને તેલનો સાચો ઉપયોગ પણ થશે.