Site icon Revoi.in

ફરીવાર સરકાર બનશે તો શું છે ભાજપાનો દેશમાં વિકાસ માટેનો રોડમેપ, જાણો

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ વિવિધ સંસ્થાઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપાની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જો કે, 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે જ ખબર પડશે કે, લોકસભાની ચૂંટણીમાં કોણ જીતી રહ્યું છે. જો એનડીએની સરકાર બનશે તો ભાજપાએ સંપલ્પપત્રને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. દેશમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનશે ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય અર્થતંત્રને વધારે મજબુત બનાવવાની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે.

ભાજપાએ મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રાખવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધ, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગ, દરેકને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે. દેશમાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે આગામી પાંચ વર્ષમાં વધારે 3 કરોડ ઘર બનાવવામાં આવશે. આ ઉપરાંત દરેક ઘરમાં સસ્તો પાઈપ્ડ રાંધણ ગેસ પહોંચાડવા માટે ઝડપથી કામ કરાશે. મહિલા શક્તિ માટે પાંચ વર્ષમાં કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  આવનારા 5 વર્ષ મહિલા શક્તિની નવી ભાગીદારીનું હશે. પીએમ આવાસ યોજનામાં હવે વિકલાંગ મિત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે, તેમને તેમની વિશેષ જરૂરિયાત મુજબ આવાસ મળી રહે તે માટે વિશેષ કામગીરી કરવામાં આવશે. સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝનને અનુસરીને ભાજપ રાષ્ટ્રીય સહકારી નીતિ લાવશે. દેશભરમાં ડેરી અને સહકારી મંડળીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધારવામાં આવશે. ભાજપનો સંકલ્પ ભારતને ફૂડ પ્રોસેસિંગ હબ બનાવવાનો છે. તેનાથી મૂલ્યમાં વધારો થશે, ખેડૂતનો નફો વધશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. ભાજપાના શાસનમાં સમગ્ર વિશ્વમાં તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્રો બનાવાશે. વિશ્વની સૌથી જૂની ભાષા, તમિલ, આપણું ગૌરવ છે. તમિલ ભાષાની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવા માટે ભાજપ દરેક પ્રવાસ કરશે.